HALVAD:હળવદના શક્તિ સાગર (બ્રાહ્મણી-૨) ડેમ ૯૦% ભરાયો: નીચાણવાળા ૯ ગામોને એલર્ટ જાહેર

HALVAD:હળવદના શક્તિ સાગર (બ્રાહ્મણી-૨) ડેમ ૯૦% ભરાયો: નીચાણવાળા ૯ ગામોને એલર્ટ જાહેર
હળવદ તાલુકાના સુસવાવ ગામ નજીક આવેલો શક્તિ સાગર (બ્રાહ્મણી-૨) ડેમ તેની કુલ જળસંગ્રહ ક્ષમતાના ૯૦% સુધી ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની નવી આવકના કારણે ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને ધ્યાને રાખીને પરિસ્થિતિ મુજબ કોઈપણ સમયે ડેમમાંથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઊભી થઈ શકે તેમ છે.
આ સ્થિતિને પગલે સિંચાઈ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામો માટે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા ૯ ગામોને એલર્ટ કરાયેલ – સુસવાવ ,કેદારીયા ,ધનાળા, રાયસંગપુર ,મયુરનગર,મિયાણી,ચડાધ્રા,ટીકર ,માનગઢ
ગ્રામજનો માટે અગત્યની સૂચનાઓ અને અપીલ:નદીના પટમાં ન જવું: નદીના પટમાં કે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા કડક સૂચના આપવામાં આવી છે.માલ-ઢોરની સુરક્ષા: પશુપાલકોને પોતાના ઢોર-ઢાંખરને નદી કિનારેથી દૂર અને સુરક્ષિત સ્થળે ખસેડી લેવા અપીલ કરાઈ છે. સ્થાનિક રહીશોને પોતાની માલ-મિલકત અને કિંમતી સામાન સલામત સ્થળે રાખવા જણાવાયું છે.વહીવટી તંત્ર દ્વારા ડેમની સપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહી તંત્રની સૂચનાઓનું ચુસ્તપાલન કરવા અનુરોધ કરાયો છે.







