GUJARATSINORVADODARA

શિનોર પંથક સહિતના ગામોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી


ફૈઝ ખત્રી..શિનોર
વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં ગુરુવારે મેઘરાજાએ મન મૂકીને વરસતા સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. સાધલી, અવાખલ, ટીમ્બરવા, ઉતરાજ, ટીંગલોદ, તરવા, કુક્સ સહિતના ગામોમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

શિનોર પંથકમાં ખેતીલાયક વરસાદ થતાં વાવેતર અને ઉભા પાક માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે. લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. વરસાદના પગલે ખેતરોમાં ચોમાસાની કામગીરીને વેગ મળ્યો છે.

વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદથી લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી, જ્યારે ખેડૂતોમાં આગામી પાક અંગે નવી આશા જાગી છે.

Back to top button
error: Content is protected !!