કાલોલ તાલુકાના વાછાવાડ ગ્રામ પંચાયતની કડક કાર્યવાહી: સરપંચ પતિના દબાણને ગ્રામ પંચાયત દ્વારા હટાવાયું.

તારીખ ૨૩/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વાછાવાડ ગામે માલિકીના સર્વે નં 278 માં આવેલી માલિકીની જમીન જે નિશાબેન ધીરેનકુમાર દરજીના નામની આવેલી છે અને આ જમીનમાં વાછાવાડ ગ્રામ પંચાયતના સરપંચ પતિ કલ્પેશકુમાર કિરણસિંહ રાઠોડ દ્વારા સરકારી ગ્રાન્ટ લેવા માટે કોઈ અધિકારીની મંજૂરી લીધા વગર ઉકરડા ( દબાણ) કરવામાં આવેલ અને આ દબાણ થતા જમીન માલિક દ્વારા સ્થળ તપાસ કરતા ખબર પડી કે આ ઉકરડા પોતાની માલિકીની જમીનમાં સરકારી ગ્રાન્ટ લેવા માટે બનાવેલ છે ત્યારે સ્થળ ઉપર જતા સરપંચ પતિ કલ્પેશકુમાર કિરણસિંહ રાઠોડ તેમજ વિપુલ રાજેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા જમીન માલિક સાથે બોલાચાલી કરતા જમીન માલિક દ્વારા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી જેમાં સરપંચ પતિ કલ્પેશકુમાર કિરણસિંહ રાઠોડ તેમજ વિપુલ (વિપલો ) રાજેન્દ્રસિંહ નો જામીન ઉપર છુટકારો થયો હતો અને આ જમીનમાં વાછાવાડ ગ્રામ પંચાયત દ્વારા સરકારી ગ્રાન્ટ લેવા માટે ઉકરડા બનાવ્યા હતા તે બાબતે જમીન માલિક દ્વારા મે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી અને મે જિલ્લા કલેકટર શ્રી દ્વારા જમીન સર્વેયરને માપણી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા અને કલેકટરના આદેશ મુજબ સર્વે નં 278 ની માપણી કરવામાં આવી હતી જેના જમીન સર્વેયર દ્વારા સર્વે નં 278 માં 40 થી 50 ચો મી નું દબાણ કરવામાં આવ્યું છે તેવું લેખિત આપવામાં આવ્યું હતું ત્યારે જમીન માલિક દ્વારા જિલ્લા સ્વાગતમાં કાર્યક્રમમાં રજૂઆત કરતા જીલ્લા કલેક્ટરના હુકમ મુજબ મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ અને કલેક્ટરના આદેશ મુજબ વાછાવાડ ગ્રામ પંચાયત દ્વારા માલિકીની જમીનમાં બનાવવામાં આવેલા ઉકરડાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું, હવે જોવાનું રહ્યું કે વાછાવાડ ગ્રામ પંચાયતના સરપંચ પતિ કલ્પેશકુમાર કિરણસિંહ રાઠોડ દ્વારા માલિકીની જમીનમાં સરકારી ગ્રાન્ટ લેવા માટે ઉકરડા બનાવ્યા હતા તે માટે સરપંચ પતિ ઉપર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.







