BHARUCHNETRANG

મૌઝા ગામે SRF ફાઉન્ડેશન દ્વારા ‘સામુદાયિક સમન્વય અને શિક્ષણ સંમેલન’ યોજાયું: ૨૦૦થી વધુ ગ્રામજનોએ લીધો શાળા વિકાસનો સંકલ્પ….

 

 

 

બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

ભરૂચ જિલ્લાના નેત્રંગ તલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા, મૌઝા ખાતે ગતરોજ એસ.આર.એફ. ફાઉન્ડેશન (SRF Foundation) દ્વારા એક અદભુત “સામુદાયિક સમન્વય અને શિક્ષણ સંમેલન” (Central Level Community Stakeholders Meet) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ સરકારી શાળાઓના સર્વાંગી વિકાસ માટે ગામના તમામ હિતધારકોને એક જ મંચ પર લાવી ‘સામુદાયિક માલિકી’ (Community Ownership) ની ભાવના જગાડવાનો હતો.

 

આ કાર્યક્રમમાં મૌઝા ગામના સરપંચ, પંચાયત સભ્યો, એસ.એમ.સી. (SMC) ના પ્રતિનિધિઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વાલીઓ સહિત આશરે ૨૦૦થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શિક્ષણ જગતના અગ્રણીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ: આ સંમેલનમાં શિક્ષણ ક્ષેત્રના ઉચ્ચ પદાધિકારીઓ અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ, ઉપપ્રમુખ, મોરિયાણ શાળાના આચાર્ય તેમજ અતિથિ વિશેષ તરીકે બી.આર.સી. નેત્રંગ પ્રતિનિધિઓએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.

 

કાર્યક્રમની શરૂઆતમાં એસ.આર.એફ. ફાઉન્ડેશનની ટીમ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છથી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંસ્થાના પ્રતિનિધિ જીજ્ઞેશ ક્રિસ્તી અને સુનિલ ગામીત એ વિષય પરિચય આપતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી આખું ગામ શાળાને પોતાની નહીં માને ત્યાં સુધી શિક્ષણમાં મોટો બદલાવ શક્ય નથી. શાળાના આચાર્યએ મોડેલ સ્કૂલ અંતર્ગત શાળામાં આવેલા પરિવર્તનો અને શૈક્ષણિક સિદ્ધિઓનો ચિતાર રજૂ કર્યો હતો, જ્યારે મુખ્ય વક્તા પ્રભુ સરે શાળા વિકાસમાં સામુદાયિક જોડાણના મહત્વ પર પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું

 

આધુનિક સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ (Exposure Visit): કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ૨૦૦થી વધુ ગ્રામજનો અને વાલીઓને શાળાની એક્સપોઝર વિઝિટ કરાવવામાં આવી હતી. એસ.આર.એફ. ફાઉન્ડેશન દ્વારા શાળામાં તૈયાર કરવામાં આવેલી અત્યાધુનિક લાઈબ્રેરી (Library), સાયન્સ લેબ (Science Lab), સોશિયલ સાયન્સ લેબ (Social Science Lab), શુદ્ધ પીવાના પાણીની સુવિધા, ક્લાસરૂમ સપોર્ટ અને દીવાલો પર શૈક્ષણિક ચિત્રો કંડારતું અદભુત ‘બાલા પેઇન્ટિંગ’ (BALA Work) જોઈને વાલીઓ અને અગ્રણીઓ દંગ રહી ગયા હતા અને સરકારી શાળાના આ વૈશ્વિક સ્તરના બદલાવને મુક્તકંઠે બિરદાવ્યો હતો.

 

AKRSP નેત્રંગના ગેસ્ટ સ્પીકર દ્વારા એક ખાસ લીડરશિપ અને વિઝન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ટિવિટીના અંતે ગામના સરપંચશ્રી અને પંચાયત સભ્યોએ શાળાની સુરક્ષા માટે પંચાયતના બજેટમાંથી શાળાના વિકાસ માટે સંકલ્પ કર્યો હતો. આ સાથે જ વાલીઓ અને SMC સભ્યોએ દર મહિને શાળાની મુલાકાત લેવા અને બાળકોના અભ્યાસ પ્રત્યે જાગૃત રહેવાની ખાતરી આપી હતી.

Back to top button
error: Content is protected !!