BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ: હિંગલ્લા થી ટંકારિયા મુખ્ય માર્ગ પર ભૂખી ઓવર ફ્લો થતા વાહનચાલકો પરેશાન

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લાના હિંગલ્લા થી ટંકારિયા ના મુખ્ય માર્ગ પર ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

બાવા રૂસ્તમ દરગાહ નજીક આવેલી ભૂખી ખાડી ઓવરફ્લો થતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યું છે. જેના કારણે હિંગલ્લા-ટંકારિયા માર્ગ પર વાહનોની અવરજવર પ્રભાવિત થઈ છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ઓવરફ્લો થયેલી ભૂખી ખાડીના કારણે પરિએજ ગામ તેમજ આસપાસના વિસ્તારમાં પણ પાણી ફરી વળતાં પરીએજ ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે.

Back to top button
error: Content is protected !!