BHACHAUGUJARATKUTCH

કડોલ ગામની સરકારી માધ્યમિક શાળામાં એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ,તા-૨૩ જુલાઈ : જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી, જિલ્લા આર.સી.એચ.ઓ. ડો. દિનેશ પટેલ તથા ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણસિંહના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મનફરા અંતર્ગત સબ સેન્ટર કડોલની સરકારી માધ્યમિક શાળા, કડોલ ખાતે એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી કરવામાં આવી.કાર્યક્રમ દરમિયાન આર.બી.એસ.કે.ના મેડિકલ ઓફિસર ડો. નરેશભાઈ ગઢવી તથા ડો. શોભનાબેન સોલંકી દ્વારા વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી અને જરૂરી આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર દ્વારા કિશોર-કિશોરીઓને વૃદ્ધિ અને વિકાસ, સંતુલિત પોષણ, આયર્ન-ફોલિક એસિડ (IFA) ગોળીઓનું મહત્વ તેમજ કિશોરાવસ્થા દરમિયાન થતા શારીરિક અને માનસિક ફેરફારો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ઉપરાંત એમ.ટી.એસ. કૌશિકભાઈ સુતરીયા તથા એમ.પી.એચ.ડબલ્યુ. ભરતભાઈ ઢીલા દ્વારા વાહકજન્ય રોગોથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.કાર્યક્રમ દરમિયાન આર.બી.એસ.કે.ની એ.એન.એમ. આશા આહિર તથા સી.એચ.ઓ. વિરાટભાઈ દ્વારા તમામ કિશોરીઓના હિમોગ્લોબિન (HB)ની તપાસ કરવામાં આવી. જેમનું હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું નોંધાયું હતું, તેમને એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર દ્વારા વ્યક્તિગત કાઉન્સેલિંગ આપી યોગ્ય આહાર, આયર્નયુક્ત ખોરાક અને નિયમિત IFA ગોળીઓ લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોર-કિશોરીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો, યોગ્ય પોષણ, સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલી અંગે માહિતી પહોંચાડવાનો તેમજ તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!