
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૨૩ જુલાઈ : ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ચેરમેન હિમાંજય પાલીવાલ ત્રિ -દિવસીય કચ્છ જિલ્લાના મુલાકાતે આવેલા છે ત્યારે તેઓએ આજરોજ શ્રી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દહીંસરા ખાતે સંસ્કૃત બોર્ડ ‘યોજના પંચકમ’ અંતર્ગત ફાળવેલ સંસ્કૃત કક્ષની મુલાકાત લઇને કામગીરીની પ્રશંસા કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત બાદ શાળાના આચાર્યશ્રી તથા કચ્છ જિલ્લા સંસ્કૃત બોર્ડ નોડલ શ્રી ઘનશ્યામભાઈ નાકર દ્વારા શ્રી હિમાંજય પાલીવાલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે વિદ્યાર્થીઓને સંસ્કૃત બોર્ડ અને તેના કાર્યો વિશેની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી હિમાંજય પાલીવાલ દ્વારા વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાના મહત્વ વિશે સરળ રીતે માર્ગદર્શન તથા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે સંસ્કૃત ભાષા શાળા થી સમાજ સુધી લઈ જવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ સંસ્કૃત કક્ષના સંયોજક શિવાની ઠાકર દ્વારા કરવામાં આવી હતી. અંતે ‘जयतु जयतु संस्कृत भाषा’ ના નારા સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. કાર્યક્રમનું સંચાલન નિરાલીબેન ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. તથા સમગ્ર શાળા પરિવારે કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.





