BHUJGUJARATKUTCH

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સંસ્કૃત ભાષાના સંવર્ધન અને વિકાસ અંગે વિદ્યાર્થીઓને પ્રેરિત કરાયા

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ ,તા-૨૩ જુલાઈ : શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નારાણપર સંચાલિત શ્રી ઘનશ્યામ એકેડમી અને શ્રી ઘનશ્યામ વિદ્યાલયમાં સંસ્કૃત ભાષાના સંવર્ધન અને વિકાસ માટે કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી હિમાંજય પાલીવાલની પ્રેરક ઉપસ્થિતિમાં સંસ્કૃત સંગોષ્ઠી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ગુજરાત રાજય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી હિમાંજય પાલીવાલ અને વિદ્વાન વકતા સ્વામી શ્રી સત્યપ્રસાદ દાસજી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં શાળા આચાર્યશ્રી પંકજ રાજગોર દ્વારા સર્વેનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.સંસ્કૃત બોર્ડના અધ્યક્ષશ્રી હિમાંજય પાલીવાલનું શાળા પરિવાર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે સંસ્કૃતના વિકાસ અને સંવર્ધનની વાત કરીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે તેમણે શ્રી ઘનશ્યામ વિદ્યાલય શાળા અંતર્ગત ચાલી રહેલ સંસ્કૃત કક્ષની મુલાકાત લઇને વિવિધ પ્રવૃતિઓનું નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમમાં શાળાના સંચાલક સ્વામીશ્રી નારાયણવલ્લભ દાસજી, સ્વામીશ્રી ધર્મચરણ દાસજી સ્વામીશ્રી ઘનશ્યામ કેશવદાસજી સ્વામીશ્રી દિવ્ય પ્રકાશદાસજી, સ્વામીશ્રી સત્યપ્રસાદ દાસજી, નોડલ ઓફિસર ઘનશ્યામભાઈ નાકર અને જીગરભાઈ દવે શાળા ટ્રસ્ટ્રીશ્રી નવનીભાઈ પાંચાણી, શિવજીભાઈ વેકરિયા સાથે સંચાલકશ્રી સંજય ટાંક, રોનક રાવલ અંગ્રેજી માધ્યમના આચાર્યશ્રી રિદ્ધિ રાવલબેન ગુજરાતી માધ્યમના આચાર્યશ્રી પંકજ રાજગોર સંસ્કૃત કક્ષ સંયોજક શ્રી ડિમ્પલ બેન ગોર અને સર્વે શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.કાર્યક્રમની આભારવિધિ શ્રી રોનક રાવલ દ્વારા અને સંચાલન દિવેશ મોઢ દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!