BHUJGUJARATKUTCH

ભુજ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા સુખાકારી સમિતિની બેઠક યોજાઇ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૩ જુલાઈ :  જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ભુજ ખાતે જિલ્લા સુખાકારી સમિતિની બેઠક યોજાઇ હતી.બેઠકમાં તાલુકાકક્ષાએ મંજુર થયેલા સામુદાયિક સ્વચ્છતા સંકુલનું નિર્માણ કરવા અર્થે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે પ્રવાસન સ્થળોના રૂટના ગામોમાં સામુદાયિક સ્વચ્છતા સંકુલ સુનિશ્ચિત કરવા જણાવાયું હતું, જેથી પ્રવાસીઓને સુવિધા પ્રાપ્ત થઇ શકે. બેઠકમાં તાલુકાકક્ષાએ મંજૂર થયેલા સામુદાયિક સ્વચ્છતા સંકુલની વિગતો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નીકુંજ પરીખે રજૂ કરીને તેની ડીઝાઇન, તેમાં સુવિધા સહિતની વિગતોથી જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અવગત કર્યા હતા.જિલ્લા સુખાકારી સમિતિની બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!