
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૨૩ જુલાઈ : વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે “Hepatitis: Let’s Break It Down” થીમ અંતર્ગત, જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ અને ટી.બી./એચ.આઈ.વી. અધિકારી, કચ્છ દિશા યુનિટના માર્ગદર્શન હેઠળ આજરોજ વાણી વિનાયક આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને આઈ.સી.ટી.સી સી.એચ.સી ભચાઉ ના સંયુક્ત ઉપક્રમે દિશા યુનિટ તરફથી આવેલ સુરેશભાઈ ચૌહાણ સાહેબ દ્વારા એચઆઇવી વિશે તેના લક્ષણો, નિદાન પછીની સારવાર તેનાથી બચવા માટેના ઉપાયો તેના વિશે જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં “૧૨૬” વિદ્યાર્થીઓને હેપેટાઇટિસ-B અને હેપેટાઇટિસ-C તેમજ HIV, STI, RTI, TB અંગે જાગૃતિ માહિતી આપવામાં આવી હતી. સાથે જ હેપેટાઇટિસની ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦-૧૧-૬૬૬૬ અને એઇડ્સ હેલ્પલાઇન ૧૦૯૭ અંગે તેમજ બ્રેક ફ્રી ઇન્ડિયા, સેલ્ફ રિસ્ક એસેસમેન્ટ, બ્લડ ડોનેટ કરવા થી શું ફાયદા થાય છે તેની માહિતી આપવામાં આવી અને ડ્રગ્સ એબ્યુસ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ હતી.ટીબી વિભાગ તરફથી આવેલ એસ.ટી.એસ આર કે પટેલ સાહેબ દ્વારા ટીબી વિશે તેના કારણો તેના નિદાન અને તેની સારવાર વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ હતી. કાર્યક્રમમાં એડોલેશન હેલ્થ કાઉન્સિલર દિશા સુથાર દ્વારા કિશોર અવસ્થામાં આવતા ફેરફારો તેમજ સ્વસ્થ જીવન વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી.આ કાર્યક્રમ અંતર્ગત રેડ રિબન ક્લબ માં ૫૭ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલ હતું અને કાર્યક્રમના અંતે બારકોડ સ્કેનર દ્વારા સ્કેન કરીને એક ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ હતું.ત્યારબાદ સ્વૈચ્છિક રીતે ત્રણ વિદ્યાર્થીની તેમજ ત્રણ વિદ્યાર્થીઓ નું વોલિન્ટર તરીકે આર.આર.સી ના સંચાલન માટે નિમણૂક કરવામાં આવેલ અંતે વિદ્યાર્થીઓને અલ્પાહાર આપવામાં આવેલ આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ સાહેબશ્રી દિનેશભાઈ,એન.એસ.એસ વિભાગ ના ગિરિશસાહેબ તથા સર્વ સ્ટાફ દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવેલ.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ICTC કાઉન્સિલર હરેશ પંડ્યા , ટીબી વિભાગ તરફથી એસ.ટી.એસ આર કે પટેલ, એડોલેશન હેલ્થ કાઉન્સિલર દિસાબેન સુથાર, સમગ્ર ટીમ તરફથી મહાવીર સિંહ જાડેજા,એલ.ડબલ્યુ.એસ તરફથી વશરામભાઈ સૌ સાથે મળીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવેલ.




