GUJARATSINORVADODARA

શિનોરના પ્રવેશદ્વારે રેલવે ગરનાળું ફરી પાણીમાં ગરકાવ, વર્ષો જૂની સમસ્યા યથાવત


ફૈઝ ખત્રી..શિનોર
શિનોર: દર ચોમાસાની જેમ આ વર્ષે પણ શિનોર શહેરના પ્રવેશદ્વારે આવેલું રેલવે ગરનાળું વરસાદી પાણીથી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગરનાળામાં પાણી ભરાઈ જતાં વાહનોની અવરજવર બંધ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકોને લાંબો ચક્કર મારીને પોતાના ગંતવ્ય સુધી પહોંચવું પડ્યું હતું.
સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યા વર્ષોથી યથાવત છે, છતાં કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી. દર વર્ષે ચોમાસામાં ગરનાળું પાણીથી છલકાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાય છે.
સ્થાનિકોએ સંબંધિત તંત્ર પાસે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરી આ વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠાવી છે.

Back to top button
error: Content is protected !!