WAKANER:વાંકાનેર સીટી પોલીસે લૂંટનો ભેદ ઉકેલ્યો: ત્રણ સગીરો હસ્તગત, ચોરીના બે બાઇક જપ્ત

WAKANER:વાંકાનેર સીટી પોલીસે લૂંટનો ભેદ ઉકેલ્યો: ત્રણ સગીરો હસ્તગત, ચોરીના બે બાઇક જપ્ત
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ અણઉકેલાયેલી (અનડિટેક્ટ) લૂંટના ગુનામાં વાંકાનેર સીટી પોલીસ ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે ચોક્કસ દિશામાં તપાસ ચલાવીને લૂંટના આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ સગીરોને હસ્તગત કર્યા છે.
વાંકાનેર શહેરમાં બનેલ લૂંટના ગુના અંગે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૩૦૯(૪), ૫૪, અને ૩(૫) મુજબ ગુનો નોંધાયો હતો. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે વાંકાનેર સીટી પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવીને વર્કઆઉટ શરૂ કરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ કિશોરોને હસ્તગત કર્યા હતા. તેઓની પાસેથી મળી આવેલ બે મોટરસાયકલ અને ચેસીસ નંબર અંગે ‘પોકેટકોપ’ (Pocket Cop) એપ્લિકેશનની મદદથી સર્ચ કરવામાં આવ્યું હતું.
ચોરીના બે બાઇક પણ ડિટેક્ટ થયા સગીરોને વિશ્વાસમાં લઈ, યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવતા તેઓએ કબૂલાત કરી હતી કે:
એક મોટરસાયકલ ગારીયાધાર નજીકના ગામમાંથી ચોરેલું હતું.બીજું મોટરસાયકલ મોરબી શહેરના શનાળા નજીકથી ચોરી કરવામાં આવ્યું હતું.આ અંગે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં તપાસ કરાવતા બાઇક ચોરીના ગુનાઓ અગાઉથી દાખલ થયેલા હોવાનું સામે આવ્યું હતું. આમ, પોલીસે લૂંટના ગુના સાથે બાઇક ચોરીના બે અનડિટેક્ટ ગુનાઓ પણ ડિટેક્ટ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







