WAKANER:વાંકાનેરના ઢુવા ગામે ભાભીના બંધ મકાનનું તાળું તોડી દિયરે જ કરી પિત્તળના વાસણોની ચોરી

WAKANER:વાંકાનેરના ઢુવા ગામે ભાભીના બંધ મકાનનું તાળું તોડી દિયરે જ કરી પિત્તળના વાસણોની ચોરી
વાંકાનેર તાલુકાના ઢુવા ગામે પોતાના જ સગા દિયરે ભાભીના બંધ મકાનમાંથી ચોરી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘરનું તાળું તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી ઓરડામાં રાખેલા ₹૭૦,૦૦૦ની કિંમતના પિત્તળના વાસણોની ચોરી કરી દિયર ફરાર થઈ જતાં આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
મળતી વિગતો અનુસાર, મૂળ વાંકાનેર તાલુકાના ઢુવા ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા મીનાબેન હદાભાઈ સાગઠીયાએ તેમના દિયર દિલિપભાઈ (દીપકભાઈ) પાલાભાઈ સાગઠીયા (રહે. ઢુવા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી દિયરે ઢુવા ગામે આવેલ ફરિયાદીના બંધ મકાનનું લોક તોડી અંદર ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઓરડામાં રાખેલ આશરે ₹૭૦,૦૦૦ની મત્તાના પિત્તળના કિંમતી વાસણોની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.આ બનાવ અંગે મીનાબેનની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







