સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી ભરાયેલા પાણીનો જનપ્રતિનિધિ દ્વારા તાત્કાલિક નિકાલ કરાયો

તા.24/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરમાં ભારે વરસાદને કારણે વોર્ડ નંબર 4માં ભરાયેલા વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો છે વોર્ડના ચૂંટાયેલા જનપ્રતિનિધિ જામાભાઈ ગરીયાની સક્રિયતાને કારણે આ સમસ્યાનો ઝડપી ઉકેલ આવ્યો હતો વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી આથી જામાભાઈ ગરીયા તાત્કાલિક પોતાના વિસ્તારમાં પહોંચ્યા હતા તેમણે મહાનગર પાલિકાની ટીમ અને એન્જિનિયરો સાથે સ્થળ પર જઈ પાણીના ભરાવના પ્રશ્નોનો ઝડપી નિકાલ કરાવ્યો હતો વરસાદ દરમિયાન જ્યાં જ્યાં પાણી ભરાવાની ફરિયાદો મળી હતી ત્યાં સ્થળ મુલાકાત લેવામાં આવી હતી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી તાત્કાલિક કામગીરી હાથ ધરી વરસાદી પાણીનો નિકાલ સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો આ ઝડપી કામગીરીથી સ્થાનિક રહીશોને મોટી રાહત મળી હતી વિસ્તારના યોગેશભાઈ શાહ સહિતના સ્થાનિક લોકોએ મહાનગર પાલિકાની ટીમ અને વોર્ડ નંબર 4ના ચૂંટાયેલા જનપ્રતિનિધિ જામાભાઈ ગરીયાની ત્વરિત કામગીરીની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો જામાભાઈ ગરીયાએ જણાવ્યું હતું કે વરસાદ દરમિયાન વોર્ડમાં જ્યાં પણ સમસ્યાની ફરિયાદ મળશે ત્યાં તાત્કાલિક એન્જિનિયરો અને મહાનગરપાલિકાની ટીમ સાથે પહોંચી પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવશે જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે




