BANASKANTHAGUJARATKANKREJ

ઓગડ તાલુકાના તાણા ખાતે ગાયત્રી નગર સોસાયટી મા વરસાદી પાણી ઘરોમાં ઘુસ્યા…

ઓગડ તાલુકાના તાણા ખાતે ગાયત્રી નગર સોસાયટી મા વરસાદી પાણી ઘરોમાં ઘુસ્યા...

   ઓગડ તાલુકાના તાણા ખાતે ગાયત્રી નગર સોસાયટી મા વરસાદી પાણી ઘરોમાં ઘુસ્યા…

ઓગડ તાલુકાના ઘેઘૂરવડના નામથી પ્રખ્યાત જ્યાં ઐતિહાસિક શ્રી ચામુંડા માતાજી બિરાજમાન છે તેવી તાણા (થરા) ગામની પાવન ધરામાં આવેલ ગાયત્રી નગર સોસાયટી (તાણા)માં વરસાદી પાણીથી રહીશોના દરેક ઘરો માં પાણી ઘૂસી ગયા છે.આ સોસાયટીમાં અંદાજે ૧૦૦ થી વધુ ઘરો આવેલા છે,છેલ્લા ૧૦ વર્ષ થી આખી સોસાયટી ના રહીશો વરસાદી પાણીના નિકાલ ને લઈ ને હેરાન થાય છે.પ્રશાસન ને અમારા તમામ સોસાયટીના રહીશોની નમ્ર વિનંતી છે કે આ વરસાદી પાણી નો સત્વરે નિકાલ કરે તેમ જાગૃત નાગરીક રમેશભાઈ જોષીએ જણાવ્યું હતું.સમગ્ર ઉત્તર ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદ નો બીજો રાઉન્ડ શરૂ થતા બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ને અડીને આવેલ તાણા ખાતે ગાયત્રી નગર સોસાયટીમા પાણી ભરાતા રહીશો ને મુશ્કેલી પડી રહી છે.ગુરૂવાર ની વહેલી સવારના પાંચ વાગ્યા થી ધીમીધારે વરસાદ શરૂ થતા સોસાયટીમાં પાણી ભરાઈ જવા પામ્યા છ.જેથી રહીશો ભારે મુશ્કેલી મુકાયા છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!