AHAVADANGGUJARAT

વરસાદ ઉઘડ્યા બાદ પણ BSNL નેટવર્ક ઠપ, વઘઈ સહિત સમગ્ર વિસ્તારમાં લોકો અને વિદ્યાર્થીઓ પરેશાન

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત પડી રહેલા વરસાદ બાદ આજે મેઘરાજાએ વિરામ તો લીધો છે, પરંતુ સ્થાનિકોની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી. ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર ગણાતા વઘઈ ટાઉનમાં ગઈકાલે સાંજથી જ BSNLનું નેટવર્ક સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. આખો દિવસ વીતી જવા છતાં હજુ સુધી નેટવર્ક પૂર્વવત ન થતાં સ્થાનિક રહીશો અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો.છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જ્યારે પણ વિસ્તારમાં વીજળી ગુલ થાય છે, તેની સાથે જ BSNLનું નેટવર્ક પણ તરત જ બંધ થઈ જાય છે. વીજળી તો થોડીવારમાં પાછી આવી જાય છે, પરંતુ નેટવર્ક ચાલુ થવામાં કલાકો કે પછી આખો દિવસ રાહ જોવી પડે છે.

આ ગંભીર સમસ્યા અંગે જ્યારે જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેઓ “ઉપરથી જ ટેકનિકલ પ્રોબ્લેમ છે” તેવા બહાના બતાવીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.જો આ પ્રકારે વારંવાર નેટવર્ક ખોરવાતું રહેશે તો ડીજિટલ યુગમાં સ્થાનિક લોકો અને ઓનલાઈન શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ કેવી રીતે આગળ વધશે? સ્થાનિકોની માંગ છે કે BSNL તંત્ર તાત્કાલિક ધોરણે આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવે.

Back to top button
error: Content is protected !!