
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
બાયડ-દખણેશ્વર રોડ પર પડેલા ઝાડને તાત્કાલિક દૂર કરી વાહન વ્યવહાર શરૂ કરાયો
વરસાદના કારણે બાયડ-દખણેશ્વર રોડ પર એક મોટું ઝાડ પડી જતાં વાહન વ્યવહારમાં અડચણ ઊભી થઈ હતી. આ ઘટનાની તાત્કાલિક જાણ થતાં .માર્ગ અને મકાન વિભાગ, મોડાસા (સ્ટેટ)ની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને ઝાડને દૂર કર્યું અને રસ્તો સંપૂર્ણપણે સાફ કર્યો છે.આ કામગીરી અત્યંત ઝડપી અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી, જેથી સ્થાનિક વાહન વ્યવહાર તેમજ અન્ય વાહનોની અવરજવર શરૂ થઈ શકે. વરસાદની મોસમમાં આવી અકસ્માતો અને અવરોધોને તાત્કાલિક દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ સતત સક્રિય છે.માર્ગ અને મકાન વિભાગ, મોડાસાના અધિકારીઓએ જણાવ્યું કે, “વરસાદ અને તોફાનની સ્થિતિમાં જાહેર માર્ગોને સુરક્ષિત અને સરળ બનાવવા માટે અમારી ટીમ 24 કલાક તૈયાર રહે છે. લોકોની સુવિધા અને સુરક્ષા અમારી અગ્ર પ્રાથમિકતા છે.”નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે વરસાદ દરમિયાન મુસાફરી વખતે સાવધાની રાખવી, ઝાડ અને વીજતારની નીચે ન અટકવું અને કોઈ અવરોધ જણાય તો તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગ અથવા હેલ્પલાઇનનો સંપર્ક કરવો





