BHUJGUJARATKUTCH

કચ્છમાં ખારેકની ખેતી પદ્ધતિઓ અંગે રાષ્ટ્રીય કક્ષાની તાલીમ નું આયોજન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૪ જુલાઈ : કચ્છ જિલ્લાના ઈન્ડો-ઈઝરાયેલ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ અંતર્ગત સેન્ટર ઓફ એક્સેલન્સફોર ડેટપામ, કુકમા ખાતે ખારેકની ખેતી પદ્ધતિઓ અંગે તા. ૨૧-૦૭-૨૦૨૬ થી ૨૩-૦૭-૨૦૨૬ સુધી ત્રણ દિવસીય રાષ્ટ્રીય કક્ષાના તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત દેશના વિવિધ ભાગો માંથી જેમ કે ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને ગુજરાતના ૫૦ અધિકારી ઓએ હાજરી આપી હતી. ઉરીરુબીનસ્ટીન એગ્રીકલ્ચર અટેચી, ઇઝરાયલ એમ્બેસી MASHAV ધ્વારા ખારેકના વાવેતર, ઉત્પાદન, શોર્ટીંગ, ગ્રેડીંગ, માર્કેટિંગ અને તે ક્ષેત્ર પ્રમાણે કેવી રીતે અલગ પડે છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ ડૉ. એફ. કે. મોઢ, સંયુક્ત બાગાયત નિયામક, મહેસાણા ધ્વારા ખારેકના વાવેતર અને પરાગનયન ટેકનોલોજી વિશે વિગતવાર માહિતી આપી હતી. ઇઝરાયલ એમ્બેસી MASHAV, દિલ્હીના પ્રોજેક્ટ ઓફિસર બ્રીહમા દેવે ખારેકના ભવિષ્યવાદી અભિગમો વિશે વાત કરી હતી અને કચ્છ જિલ્લાના નાયબ બાગાયત નિયામક, એમ. એસ. પરસાણીયા ધ્વારા કચ્છ જિલ્લામાં બાગાયત પાકોની પરિસ્થિતિ વિશે માહિતી પુરી પાડી હતી. ડૉ. જી. બી. પાટીલ, એસોસિયેટ પ્રોફેસર, સેન્ટર ફોર એડવાન્સ્ડ રિસર્ચ ઇન ટીસ્યુ કલ્ચર પ્લાન્ટ, AAU, આણંદ ધ્વારા ખારેકમાં ટીસ્યુ કલ્ચર વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. એસ. સી. સિસોદિયા, પ્રોજેક્ટ ઓફિસરશ્રી અને કેતન સિંહ સિકવાલ, બાગાયત અધિકારીશ્રી, સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર ડેટપામ, કુકમા ધ્વારા ઓફ્શુટ અને ખાતર વ્યવસ્થાપન વિશે વિગતવાર માહિતી આપેલ હતી. તાલીમમાં ઇરીગેશન, ન્યુટ્રીશન, મલ્ચિંગ, બંચ કવર, કાપણી પછીનું સંચાલન, ઓર્ગેનિક ખારેકની ખેતી, રેડ પામ વીવીલના નિયંત્રણ જેવી વિવિધ તકનીકોની માહીતી પણ આપવામાં આવી હતી. આ તાલીમ સત્ર દરમિયાન કચ્છ જિલ્લાના અનુભવી અને પ્રગતિશીલ ખેડુત વાલજીભાઇ કાનજીભાઇ દબાસીયા ના બલરામ ખારેક ફાર્મની મુલાકાત દરમ્યાન 250 એકર વિસ્તારમાં કચ્છની પ્રખ્યાત વિવિધ દેશી જાતો નિહાળી તથા તેઓની વેચાણ વ્યવસ્થા કે જેમાં ખારેકને વાડીથી લઇ સીધા ગ્રાહક સુધી વેચાણ કરી આગવી પ્રેરણા મેળવેલ છે. ફિલ્ડ વિઝિટ મારફતે દરેક તાલીમાર્થીઓએ ખારેકની ખેત પધ્ધતીઓ નિહાળી પ્રેરણા મેળવવામાં આવી.

Back to top button
error: Content is protected !!