કાલોલ કોમ્યુનિટી હોલ ખાતે ભાજપનો “બૂથ સંવાદ”: જિલ્લા પ્રમુખ મયંકકુમાર દેસાઈની ઉપસ્થિતિમાં સંગઠનને મજબૂત કરવા ચર્ચા.

તારીખ ૨૮/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા અને નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાલોલ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે “બૂથ સંવાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપા પ્રમુખ મયંકભાઈ દેસાઈ (લાલાભાઇ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંગઠનના પદાધિકારીઓ તથા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે બૂથને વધુ મજબૂત બનાવવા, કાર્યકર્તાઓની સક્રિયતા અને આગામી ચૂંટણીઓની રણનીતિ સહિતના વિવિધ સંગઠનાત્મક વિષયો પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.આ પ્રસંગે કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી કુલદીપસિંહ સોલંકી, નરેન્દ્રસિંહ ગોહિલ અને જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર યોગેશભાઈ પંડ્યા સહિત તેમની સાથે જિલ્લા ભાજપાના અન્ય પદાધિકારીઓ, કાલોલ તાલુકા અને નગરના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.સંવાદ દરમિયાન બૂથ સ્તરે સંગઠનને વધુ સુદ્રઢ બનાવવા, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડવા અને પાર્ટીના કાર્યને વેગ આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત કાર્યકર્તાઓએ એકજૂથ થઈને પાર્ટીને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.







