MORBI:મોરબી સાર્થક વિદ્યામંદિરમાં યોજાયો “વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાન” સેમિનાર

MORBI:મોરબી સાર્થક વિદ્યામંદિરમાં યોજાયો “વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાન” સેમિનાર
આજના આધુનિક યુગમાં યુવાધન માર્ગભૂલ ન થાય અને શારીરિક તથા માનસિક રીતે સ્વસ્થ રહે તે હેતુથી આજ રોજ સાર્થક વિદ્યામંદિર ખાતે “વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાન” અંતર્ગત એક વિશેષ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રેરણાદાયી સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ડેપ્યુટી DDO શ્રી શૈલેષભાઈ ભટ્ટ સાહેબ તથા શ્રી વાત્સલ્યભાઈ ગડારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના ધોરણ ૯ અને ૧૧ ના કુલ ૨૫૦ વિદ્યાર્થીઓએ આ સેમિનારમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સેમિનારના મુખ્ય વિષયો અને માર્ગદર્શન:વ્યસનમુક્તિની સમજ: ઉપસ્થિત વક્તાઓએ વિદ્યાર્થીઓને વ્યસનની હોનારતો, તેનાથી થતા શારીરિક-આર્થિક નુકસાન વિશે સચોટ માહિતી આપી વ્યસનથી દૂર રહેવા માટે ગહન સમજ પૂરી પાડી હતી.
સફળતાની ચાવી: જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ અને સફળતા મેળવવા માટે સંકલ્પ, પરિશ્રમ, નિયમિતતા અને એકાગ્રતાનું કેટલું મહત્વ છે, તે અંગે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના HR શ્રી વિવેક ગુરુજી, પ્રિન્સિપાલ (પ્રધાનઆચાર્ય) શ્રી ગણેશ ગુરુજી તથા શાળાના ૬ શિક્ષકોએ હાજર રહી જહમત ઉઠાવી હતી. સેમિનારના અંતે બાળકોએ વ્યસનમુક્ત રહી જીવનમાં આગળ વધવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો.










