GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મનપાના નવનિયુક્ત ચેરમેનઓનો પદગ્રહણ સમારોહ યોજાયો

મનપાના નવનિયુક્ત ચેરમેનઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ - નાયબ મુખ્ય દંડક

તા.30/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

મનપાના નવનિયુક્ત ચેરમેનઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ – નાયબ મુખ્ય દંડક, સુરેન્દ્રનગર મહાનગર પાલિકા કચેરી ખાતે મહાનગરપાલિકાની વિવિધ સમિતિના નવનિયુક્ત ચેરમેનઓનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો નોંધનીય છે કે ગત 27 જુલાઈ, 2026ના રોજ સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં મહાનગરપાલિકાની વિવિધ મહત્વની 12 સમિતિના ચેરમેન અને સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સમિતિના ચેરમેન તરીકે ભગીરથસિંહ ઝાલા, વાહવવ્યવહાર અને ગેરેજ સમિતિના ચેરમેન તરીકે શિખાબેન શુક્લ, સેનિટેશન સમિતિના ચેરમેન તરીકે બીપીનભાઈ ખાંભલા, સમાજ કલ્યાણ અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન તરીકે ગજાનંદભાઈ ચૌહાણ, બાગ-બગીચા સમિતિના ચેરમેન તરીકે ભારતીબેન ખોખાણી, આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે જશુબેન ભરવાડ, લાઈટીંગ- ઈલેક્ટ્રીક અને ફાયર સમિતિના ચેરમેન તરીકે જશુબેન વેગડ, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે જયદિપસિંહ ઝાલા, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન તરીકે વનરાજસિંહ સોલિંકી, પાણી પુરવઠા સમિતિના ચેરમેન તરીકે મહેન્દ્રભાઈ પટેલ, ગટર-ડ્રેનેજ સમિતિના ચેરમેન તરીકે કુસુમબેન સોલંકી, સ્ટાફ સિલેક્શન સમિતિના ચેરમેન તરીકે પ્રવિણભાઈ પરમારની સર્વાનુંમતે નિમણૂક કરવામાં આવી હતી આ તમામ સમિતિના ચેરમેનઓએ આજે બપોરે 12:39 કલાકે ‘અભિજીત મુહૂર્તમાં હિન્દુ શાસ્ત્ર મુજબ પદગ્રહણ કર્યા હતા આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ સર્વે નવનિયુક્ત ચેરમેનઓને નેતૃત્વ ક્ષમતા, અનુભવ અને જનસેવાની ભાવના સમિતિઓના કાર્યને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવશે એવી મને પૂર્ણ ખાતરી છે નગરના નાગરિકોની અપેક્ષાઓને પૂર્ણ કરી, સ્વચ્છતા, વિકાસ, આરોગ્ય, શિક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપી મહાનગરપાલિકાને એક નવી દિશા આપશે એવી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે મહાનગરપાલિકાના કોર્પોરેટરઓ, શહેરીજનોએ પણ નવનિયુક્ત ચેરમેનઓને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા.

Back to top button
error: Content is protected !!