
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ ,તા-૦૪ ઓગસ્ટ : જીલ્લા કક્ષાએ પીસી પીએનડીટી એડવાઇઝરી કમિટીની બેઠક તા.૩૧/૦૭/૨૦૨૬ ના રોજ પીસી પીએનડીટી ચેરપર્સનશ્રી શ્રીમતિ રેખાબેન દવે ના અધ્યક્ષ સ્થાને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ચેમ્બરમાં યોજવામાં આવેલ. આ મીટીંગમાં પીએનડીટી એડવાઈઝરી કમિટીના ચેરપર્સન શ્રીમતિ રેખાબેન આર. દવે,મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી,અધિક જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી, પીએનડીટી એડવાઈઝરી કમિટીના સભ્યશ્રી પન્નાબેન જોષી, જી.કે.જનરલ હોસ્પીટલના ના ગાયનોકોલોજીસ્ટ ડો.અશરફ મેમણ, પીડીયાટ્રીશયન ડો.વિશાલ બોસમીયા, આ મીટીંગમાં હાજર રહેલ હતા. મીટીંગની શરુઆત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી એ આ મીટીંગમાં પધારેલ સૌને આવકાર આપી ગત મીટીંગના મુદાઓની વાંચનની શરુઆત કરી તેમજ આજની મીટીંગમાંનવા રજીસ્ટ્રેશન,રીન્યુઅલ રજીસ્ટ્રેશન તરીકે આવેલ અરજીઅંગે ચર્ચા કરવામાં આવી. કચ્છ જીલ્લાના સોનોગ્રાફી સેન્ટરોની સમયાંતરે ચકાસણી થાય તે અંગે ચર્ચા કરવામાં આવી.





