GUJARATKUTCHMANDAVI

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મુન્દ્રા તાલુકા દ્વારા મહર્ષિ વેદ વ્યાસની પાવન સ્મૃતિમા ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૪ ઓગસ્ટ : ગુરુ વંદન કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય કરી સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી.શાબ્દિક સ્વાગત સરકારી ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ અમોલભાઈ ધોળકિયા એ કર્યું હતું.ત્યારબાદ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજય મંત્રી રમેશભાઈ ગાગલએ સંગઠનનના રચનાત્મક કાર્યક્રમો અને સંગઠનાત્મક ગતિવિધિથી ઉપસ્થિત શિક્ષકોને માહિતગાર કર્યા હતા.કાર્યક્રમના મુખ્ય અતિથિ એસ.ડી.શેઠિયા કોલેજ ઓફ એજ્યુકેશનના આચાર્ય ડૉ. કૈલાશભાઈ નાંઢાએ ગુરૂપદ મહિમા સમજાવી શિક્ષકોને ગુરૂપદ જાળવવા અનુરોધ કર્યો હતો. અંધકાર ને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર ગુરુ ની જીવન ઘડતર માં ભૂમિકા વિષયક માહિતી આપી હતી. મુખ્ય વક્તા રાજીવભાઇ ત્રિવેદીએ ગુરુ-શિષ્ય પરંપરા અંગે વિસ્તૃત છણાવટ કરી શ્રેષ્ઠ ગુરુઓના ઉદાહરણ આપી શિક્ષણક્ષેત્રે ઉત્તમ કાર્ય કરવા આહવાન કર્યું હતું.આ તકે સરકારી માધ્યમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ પુનશીભાઈ ગઢવી,જિલ્લા અધ્યક્ષ અમોલભાઈ ધોળકિયા,પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય પ્રતિનિધિ રામસંગજી જાડેજા,રાજય મંત્રી રમેશભાઈ ગાગલ,જિલ્લા અધ્યક્ષ લખધીરસિંહ જાડેજા, મહામંત્રી મયુરભાઈ પટેલ,કિશોરસિંહ ચુડાસમા,ડો.હિતેશભાઈ કગથરા, ડૉ. દિનેશભાઇ પટેલ, ડૉ. દીપકભાઈ પંડ્યા, ડૉ. મોનાલી મેમ,હિરલબેન રાજગોર તેમજ તાલીમાર્થી શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ ડૉ. પૂજાબેન જોશીએ અને આભારવિધિ પુનશીભાઈ ગઢવીએ કરી હતી તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ તરૂણભાઇ શાહની યાદીમાં જણાવાયું હતું.

Back to top button
error: Content is protected !!