GUJARATLIMBADISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર પોલીસ બન્યું પ્રજાનું ખરું મિત્ર: SP પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં વ્યાજખોરો અને ભૂમાફિયાઓ પર કડક સંકજો

તા.05/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં છેતરપિંડી, વ્યાજખોરી, સાયબર ફ્રોડ અને જમીન-મિલકતના વિવાદોથી પીડાતા સામાન્ય નાગરિકો માટે જિલ્લા પોલીસ હવે આશાનું કિરણ બનીને ઉભરી આવી છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા વિશેષ અભિયાનને કારણે લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ પુનઃ પ્રસ્થાપિત થયો છે અને ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ એ ઉક્તિ જિલ્લામાં ખરા અર્થમાં સાર્થક થતી જોવા મળી રહી છે વ્યાજખોરો અને શોષણખોરોના ચક્રવ્યૂહમાં ફસાયેલા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો હવે કોઈ પણ ડર વગર પોતાની આપવીતી લઈને રજૂઆત કરવા પહોંચી રહ્યા છે SP પ્રેમસુખ ડેલુ દરેક અરજદારની વાતને અત્યંત સંવેદનશીલતાથી સાંભળીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા વ્યાજખોરો અને માથાભારે તત્વો સામે લાલ આંખ કરી ત્વરિત ન્યાય અપાવી રહ્યા છે ચાલુ વર્ષે થયેલી મુખ્ય કામગીરી અને મળેલું પરિણામ જેમાં ચાલુ વર્ષ દરમિયાન ૨૫૦૦થી વધુ અરજદારોની ફરિયાદો રૂબરૂ સાંભળીને તેમને ઝડપી અને યોગ્ય ન્યાય અપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ફ્લેટ બુકિંગના નામે થયેલી છેતરપિંડી અને મજૂરીના નાણાં ન મળવાથી શોષણનો ભોગ બનેલા ૧૦ અરજદારોને કુલ રૂપિયા ૭૨ લાખ ૨૫ હજારની રોકડ રકમ પરત અપાવવામાં આવી છે, વ્યાજખોરો પાસે ગીરવે મુકાયેલા ૧૫૦ તોલાથી વધુ સોનાના દાગીના અને દોઢ કિલો ચાંદી તેના મૂળ માલિકોને સુરક્ષિત સોંપવામાં આવ્યા છે, વ્યાજખોરો કે માથાભારે લોકો દ્વારા પચાવી પાડવામાં આવેલી અથવા વિવાદમાં ફસાયેલી ૩૩ વીઘા જમીન અને ૩ મકાનોના દસ્તાવેજ છોડાવીને મૂળ માલિકોને તેમનો હક પાછો અપાવ્યો છે, નાણાંની લેતી-દેતી કે બળજબરીથી પડાવી લેવાયેલા ૪ ફોર-વ્હીલર, ૫ ટૂ-વ્હીલર અને ૧ ડમ્પર કબ્જે કરીને તેના મૂળ માલિકોને સોંપવામાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની આ કડક અને ન્યાયપ્રિય કાર્યશૈલીને કારણે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરી આચરતા તત્વોમાં ફાળ પડી છે જ્યારે પીડિતો અને સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે.

Back to top button
error: Content is protected !!