GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

જરૂરી e-KYC પૂર્ણ કરવા સુરેન્દ્રનગર મામલતદાર કચેરીની મહત્વની અપીલ

તા.08/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

વિધવા સહાય અને વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓ માટે અગત્યની સૂચના: વહેલી તકે KYC કરાવવું ફરજિયાત સુરેન્દ્રનગર શહેરમાં રહેતા તમામ માતા-બહેનો, વિધવા બહેનો તથા સરકારી યોજના હેઠળ વૃદ્ધ પેન્શન મેળવતા સિનિયર સિટીઝનો માટે એક અત્યંત અગત્યની સૂચના જાહેર કરવામાં આવી છે. જે લાભાર્થીઓએ હજુ સુધી પોતાનું KYC પ્રક્રિયા પૂર્ણ ન કરાવી હોય, તેઓએ તાત્કાલિક સુરેન્દ્રનગર મામલતદાર કચેરી ખાતે રૂબરૂ જઈને પોતાની KYC કામગીરી પૂર્ણ કરી લેવી. સરકારી યોજનાઓ હેઠળ મળતી માસિક સહાય અને પેન્શનની રકમ સીધી બેંક ખાતામાં વહેલી તકે અને અટક્યા વગર જમા થઈ જાય તે માટે મામલતદાર શ્રી દ્વારા આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સહાય ચૂકવણીમાં કોઈ વિલંબ ન થાય તે અર્થે તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ વહેલામાં વહેલી તકે આ કામગીરી આટોપી લેવા નમ્ર વિનંતી છે. રૂસ્તમભાઈ પીલુડિયા એડવોકેટ એન્ડ નોટરી (ભારત સરકાર), સુરેન્દ્રનગર

Back to top button
error: Content is protected !!