GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર સ્થિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે ‘રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ’ (NDD) ની સફળ ઉજવણી.

તારીખ ૧૦/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ (આઈ.સી.ડી.એસ.) તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘સ્વસ્થ બાળક – મજબૂત ભારત’ ની વિભાવના સાથે આજરોજ તારીખ 10 ઓગસ્ટ 2026, સોમવાર ના રોજ ‘રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ’ (NDD) અંતર્ગત શ્રી સરસ્વતી વિદ્યામંદિર, કાલોલ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.”એક નિશ્ચિત દિવસ – એક સુરક્ષિત ભવિષ્ય” ના નારા સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓને કૃમિ મુક્ત બનાવી સ્વસ્થ, પોષિત અને શિક્ષિત કરવાના ઉદ્દેશ્યથી ‘અલ્બેન્ડાઝોલ’ (Albendazole) ની ગોળી ગળાવવામાં આવી હતી.આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોશી તથા કાલોલ અર્બન હેલ્થ સેન્ટરના ઇન્ચાર્જ સુપરવાઇઝર હિંમતસિંહ સિસોદિયા ઉપસ્થિત રહ્યા હતા.બાળકોને કૃમિના સંક્રમણને રોકવા માટે લેવાના જરૂરી પાગલ અંગે વિસ્તૃત માહિતી આપવામાં હતી.

Back to top button
error: Content is protected !!