GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેરની સી.બી.ગર્લ્સ હાઈસ્કુલ ખાતે “એક પેડ મા કે નામ” કાર્યક્રમ: વૃક્ષારોપણ અંગે જાગૃતિ ફેલાવાઈ.

તારીખ ૧૧/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

આજરોજ શ્રીમતી સી.બી. ગર્લ્સ હાઇસ્કૂલ, કાલોલ ખાતે પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી ” એક પેડ મા કે નામ ” કાર્યક્રમ અંતર્ગત છોડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીનીઓને વિવિધ પ્રકારના છોડનું વિતરણ કરવામાં આવ્યું તથા દરેક વિદ્યાર્થીનીને પોતાના નામે અથવા માતાના નામે એક છોડ વાવીને તેનું નિયમિત જતન કરવાની પ્રેરણા આપવામાં આવી.આ પ્રસંગે વૃક્ષોનું મહત્વ, પર્યાવરણનું સંરક્ષણ અને હરિયાળી વધારવાની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમથી વિદ્યાર્થીનીઓમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને જવાબદારીની ભાવના વિકસાવવામાં આવી.અંતે સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવવાનો તથા તેનું જતન કરવાનો સંકલ્પ કર્યો.

 

Back to top button
error: Content is protected !!