GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં પીવાના પાણીના સંપમાં હાડકાં મળતા આરોગ્ય વિભાગ હરકતમાં, નગરના લોકોમાં ભયનો માહોલ!!

તારીખ ૧૨/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

વોર્ડ નંબર ૩ ની દીવાન વાડી ખાતેની પાણીની ટાંકીમાંથી લેવાયેલા સેમ્પલમાં ક્લોરિનેશનનો અભાવ બહાર આવ્યો જ્યાં રોષે ભરાયેલા સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે વિરોધ દર્શાવી તાકીદે શુદ્ધ પાણી પૂરું પાડવાની માંગ કરી.કાલોલ નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થવા પામ્યા છે. વોર્ડ નંબર ૩ માં આવેલ પાણીની ટાંકી ના સંપમાંથી મૃત પશુઓના હાડકાં મળી આવ્યા હોવાના અખબારી અહેવાલો બાદ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા આરોગ્ય વિભાગની સૂચનાથી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. મિનેશ દોશી અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતીઆજે આરોગ્ય વિભાગની ટીમે દીવાન વાડી ખાતે આવેલ પાણીની ટાંકીની મુલાકાત લીધી હતી. જ્યાં ટીમે સ્થાનિક રહીશોના નિવેદનો નોંધ્યા હતા તેમજ પાણીના સેમ્પલ મેળવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જ બહાર આવ્યું છે કે પાણીમાં ક્લોરિનેશન યોગ્ય રીતે કરવામાં આવ્યું ન હતું. વધુમાં પ્રાણીના હાડકા વાળું પાણી પીવાથી શરીરમાં ગંભીર બીમારી થઈ શકે તેમ હોવાનું પણ આરોગ્ય વિભાગે જણાવ્યું છે.આ પાણીના સેમ્પલને વધુ વિગતવાર ચકાસણી અને લેબોરેટરી ટેસ્ટિંગ માટે ગોધરા ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

નોંધપાત્ર છે કે: અગાઉ પણ આરોગ્ય વિભાગ દ્વારા પીવાના પાણીમાં ક્લોરિનેશન જાળવી રાખવા બાબતે પાલિકા તંત્રને નોટિસ આપવામાં આવી હતી, છતાં તંત્ર દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી સામે આવી છે.આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચતા જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. લોકોના આરોગ્ય સાથે થતા ખીલવાડને લઈને રહીશોએ પાલિકા તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. નગરજનોએ આક્રોશ સાથે માંગ કરી છે કે તંત્ર દ્વારા વિલંબ કર્યા વિના તાકીદે નગરજનોને શુદ્ધ અને ચોખ્ખું પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે. ચીફ ઓફિસર સંજય પટેલ નો સંપર્ક કરતા તમામ બાબતે તપાસ કરી યોગ્ય કરવા અને સંપ ફરતે ઢાંકણું બેસાડવાની પ્રક્રિયા નો વર્ક ઓર્ડર આપી દીધો હોવાનું જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!