GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રભક્તિનો મહાસંગમ ‘હર ઘર તિરંગા’ અંતર્ગત યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા અને ત્રિવેણી કાર્યક્રમ યોજાયો

નાયબ મુખ્ય દંડકના અધ્યક્ષસ્થાને યોજાયેલી તિરંગા યાત્રામાં જનમેદની ઉમટી, સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું

તા.12/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

નાયબ મુખ્ય દંડકના અધ્યક્ષસ્થાને યોજાયેલી તિરંગા યાત્રામાં જનમેદની ઉમટી, સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું, તિરંગા યાત્રામાં BAPSનો ટેબ્લો, NCC, સ્કાઉટ-ગાઈડ, બેન્ડ, રાસ-ગરબાના કલાકારો બન્યા આકર્ષણનું કેન્દ્ર

આઝાદીના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની દેશવ્યાપી ઉજવણી તથા ‘વંદે માતરમ્’ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર નિમિત્તે સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન ઉત્સાહભેર ઉજવાઈ રહ્યું છે. જેના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા સાથે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો. દેશભક્તિના આ મહાપર્વમાં નગરજનો, યુવાનો, બાળકો તેમજ વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાતાં સમગ્ર સુરેન્દ્રનગર શહેર રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું હતું. ‘વંદે માતરમ્’ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વંદે માતરમ્’ના સમૂહગાન બાદ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતેથી રાષ્ટ્રભક્તિના ગીતો અને ગગનભેદી નારાઓ સાથે તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રા અજરામર ટાવર, ખીજડીયા હનુમાનજી મંદિર, ડૉ. બાબાસાહેબ આંબેડકર ચોક, મેગા મોલ, એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અને સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ એમ.પી. શાહ કોમર્સ કોલેજ ખાતે પહોંચી હતી. તિરંગા યાત્રામાં હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને જોડાયેલા હજારો નગરજનો, વિદ્યાર્થીઓ અને યુવાનો વિશેષ આકર્ષણ બન્યા હતા. ડી.જે. સાઉન્ડ સિસ્ટમ પર ગુંજતાં દેશભક્તિના ગીતો, આકર્ષક બેનરો, પરંપરાગત પોશાકમાં રાસ-ગરબા રજૂ કરતા લોકકલાકારો, NCC કેડેટ્સ, પોલીસ જવાનોની પ્લાટુન, ખોજા સમાજના સ્કાઉટ એન્ડ ગાઈડ બેન્ડ, BAPS સ્વામિનારાયણ સંસ્થાનો સુંદર ટેબ્લો, હોમગાર્ડ્સ તથા GRD જવાનો તેમજ પોલીસ બેન્ડે યાત્રાની શોભામાં વધારો કર્યો હતો. સમગ્ર યાત્રા દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. તિરંગા યાત્રાના સમાપન પ્રસંગે નાયબ મુખ્ય દંડકએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, તિરંગો એ માત્ર ભારતનો રાષ્ટ્રધ્વજ જ નહીં, પરંતુ દેશની આન, બાન અને શાનનું પ્રતીક પણ છે. આઝાદીના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ તિરંગા યાત્રા આપણી રાષ્ટ્રભક્તિ અને ભારતભક્તિની ભાવનાનું પ્રતીક છે. દેશને આઝાદી અપાવવા માટે અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓએ સંઘર્ષ કર્યો અને અનેક નવયુવાનોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. આવા અમર શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને વંદન કરીને રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજ અને જવાબદારીને વધુ મજબૂત કરવાનો આ અવસર છે.૨૨ જુલાઈ, ૧૯૪૭ના રોજ બંધારણ સભાએ તિરંગાને ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકાર્યો હતો અને આજે દેશની સરહદો પર આપણો વીર જવાન પોતાના જીવનની પરવા કર્યા વિના તેની આન-બાન-શાન જાળવે છે. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દરેક નાગરિકને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન જાળવવા અનુરોધ કરતાં તેમણે ઉમેર્યું હતું કે, ૧૬ ઓગસ્ટના રોજ સાંજે ૬ વાગ્યે તિરંગાને સન્માનપૂર્વક ઉતારીને વ્યવસ્થિત રીતે સંકેલી સુરક્ષિત રાખવો જોઈએ. રાષ્ટ્રધ્વજનો ક્યાંય અનાદર કે અપમાન ન થાય અને તે કચરામાં ન જાય તેની તકેદારી રાખવી એ સૌની નૈતિક જવાબદારી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા દેશના દરેક નાગરિકે પોતાની ફરજ અને જવાબદારી નિભાવવી પડશે. મજબૂત ગુજરાત જ મજબૂત રાષ્ટ્રના નિર્માણનો આધાર બનશે અને દેશની જનતાએ રાષ્ટ્રનિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવું પડશે. સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીને પણ રાષ્ટ્રસેવાનો મહત્ત્વપૂર્ણ ભાગ ગણાવતા તેમણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરીને કાપડની થેલીનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રીય સંપત્તિની જાળવણી, સ્વચ્છતા અને પર્યાવરણનું રક્ષણ એ દરેક નાગરિકની સામૂહિક ફરજ છે. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ સાથે સૌ નાગરિકો રાષ્ટ્રભક્તિના આ મહાયજ્ઞમાં જોડાય તેમજ યુવાનોને ડ્રગ્સ અને અન્ય વ્યસનોથી દૂર રાખીને તેમની શક્તિનો ઉપયોગ રાષ્ટ્રનિર્માણમાં થાય તે માટે સહિયારા પ્રયાસો કરે તેવું તેમણે આહ્વાન કર્યું હતું. જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આઝાદી પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગર પાલિકા દ્વારા આયોજિત ‘હર ઘર તિરંગા યાત્રા’માં સુરેન્દ્રનગર શહેરના નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. સમગ્ર શહેરમાં રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો છે અને મોટી સંખ્યામાં નાગરિકો તિરંગા યાત્રામાં %

Back to top button
error: Content is protected !!