કાલોલ તાલુકાના કાતોલ ગામમાંથી રાત્રિના સમયે ઘરના આંગણામાંથી રૂ.૩૦,૦૦૦ની બાઇક ચોરાઈ.

તારીખ ૧૩/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાતોલ ગામ સ્થિત આશીર્વાદ રેસીડેન્સીમાંથી ઘરના આંગણામાં પાર્ક કરેલી એક હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલની અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કાતોલ ગામની આશીર્વાદ રેસીડેન્સીમાં રહેતા અને મેરીનો ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડમાં નોકરી કરતા જયેશકુમાર રયજીભાઈ વણકર ગત તારીખ ૦૬/૦૮/૨૦૨૬ના રોજ સાંજે આશરે ૮:૦૦ વાગ્યે તેમની હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (નંબર: GJ-17-CD-9969) ઘરના આંગણામાં સ્ટેયરીંગ લોક કરીને સુઈ ગયા હતા. બીજા દિવસે સવારે ૬:૩૦ વાગ્યે જાગીને જોતાં બાઇક મળી આવી નહોતી.આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરવા છતાં બાઇકનો કોઈ પત્તો ન લાગતાં, અજાણ્યા ઇસમે લોક તોડી કે ખોલીને આશરે રૂ. ૩૦,૦૦૦ની મત્તા ધરાવતી બાઇકની ચોરી કરી હોવાનું માલૂમ પડ્યું હતું.આ અંગે જયેશકુમારે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) હેઠળ અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.







