કાલોલ કુમાર શાળામાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉમળકાભેર ઉજવણી, ડો. સુનિલ પરમારે ફરકાવ્યો ધ્વજ.

તારીખ ૧૫/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કુમાર શાળામાં આજે 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય અને ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી હતી જ્યાં આ પ્રસંગે મધવાસ ખાતેની જય નારાયણ હોસ્પિટલના ડોક્ટર સુનિલ પરમારના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ધ્વજવંદન બાદ પ્રાસંગિક ઉદ્બોધનમાં ડો. સુનિલ પરમારે ભારતના ભવ્ય વારસા અને સંસ્કૃતિ વિશે વાત કરી હતી. તેમણે બાળકોને જીવનમાં ઉન્નતિ માટેના સુવિચારો આપી દેશભક્તિની ભાવના કેળવવા પ્રેરિત કર્યા હતા જ્યાં કાર્યક્રમ દરમિયાન ડો. સુનિલ પરમારે શાળાના બાળકો માટે રૂ. 5,000ની માતબર રકમ દાનમાં આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.આ ઉજવણીમાં શહેરના અગ્રણીઓમાં કાલોલ તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ પ્રમોદકુમાર નાગર, કાલોલ મુસ્લીમ ઘાંચી સમાજ પ્રમુખ હાજી અબ્દુલ રઝાક જાડા, મોહંમદ આશીફ ઉર્ફે ગુડ્ડુભાઇ, મહિલા સામાજિક કાર્યકર તારાંબેન સહિત કાલોલ કુમાર શાળાનો સ્ટાફ, SMCના સભ્યો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને દીપાવ્યો હતો. જ્યાં શાળાના આસિસ્ટન્ટ શિક્ષક પરસોત્તમભાઈ સોલંકીએ સૌનું સ્વાગત કરીને પ્રસંગને અનુરૂપ સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું.કાર્યક્રમના અંતે કાલોલ કુમાર શાળાના આચાર્ય દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. ત્યારબાદ SMCની મિટિંગ અને વાલી સંમેલન યોજાયું. અંતે ચા-નાસ્તા સાથે કાર્યક્રમનું સમાપન અને વિસર્જન કરવામાં આવ્યું.







