GANDHIDHAMGUJARATKUTCH

ગાંધીધામ ખાતે કચ્છના પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે “સ્નેહની રાખી – સ્વાવલંબનની ડોરી” મેળાનો પ્રારંભ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ,તા-૧૫ ઓગસ્ટ : ગાંધીધામ ખાતે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી તથા કચ્છના પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે “સ્નેહની રાખી – સ્વાવલંબનની ડોરી” રાખી મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ રાખી મેળામાં હસ્તકલા, મોતીકામ, પટોળા, બાંધણી, કચ્છી ભરતકામ, બ્લોક પ્રિન્ટ, પેચ વર્ક, ટાંગલિયા, મશરૂ, ટેરાકોટા તથા કલમકારી સહિતની કચ્છી તેમજ ગુજરાતની વિવિધ કળાના ઉત્પાદનોને મહિલાઓએ પોતાના કૌશલ્ય મારફતે પ્રદર્શિત કર્યા હતા.વિવિધ સ્ટોલની મુલાકાત લઈ, મહિલાઓના હુન્નરને પ્રોત્સાહિત કરતા પ્રભારીમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મહિલાઓ પગભર બને તે હેતુથી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. મહિલાઓ તેનો મહત્તમ લાભ લઈને પોતાની કળા અને કૌશલ્ય દ્વારા આત્મનિર્ભર બને તે જરૂરી છે.આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, ગાંધીધામના મેયરશ્રી દિવ્યાબેન નાથાણી, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, ધવલભાઈ આચાર્ય, ભીમજીભાઈ જોધાણી અને હિતેશભાઈ ખંડોલ સહિતના પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!