MORBI:મોરબી મહાનગરપાલિકાનો સરાહનીય પહેલ: જાહેર પુસ્તકાલયો માટે નાગરિકો પાસેથી પુસ્તકોના સૂચનો આવકારાયા

MORBI:મોરબી મહાનગરપાલિકાનો સરાહનીય પહેલ: જાહેર પુસ્તકાલયો માટે નાગરિકો પાસેથી પુસ્તકોના સૂચનો આવકારાયા
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર પુસ્તકાલયોને વધુ સમૃદ્ધ અને વાચકો માટે ઉપયોગી બનાવવાના હેતુથી એક સરાહનીય ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા તમામ વાચકોને તેમની જરૂરીયાત અને વાંચનરુચિ અનુસાર નવા પુસ્તકોના નામ સૂચવવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વાચકો સાહિત્ય, નવલકથા, વાર્તા, કાવ્ય, જીવનચરિત્ર, ઇતિહાસ, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન, સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો તેમજ બાળસાહિત્ય જેવા વિવિધ વિષયોના પુસ્તકોની ભલામણ કરી શકશે. નાગરિકો દ્વારા પ્રાપ્ત થયેલા સૂચનો, પુસ્તકોની ઉપયોગિતા અને ઉપલબ્ધ બજેટને ધ્યાનમાં રાખીને યોગ્ય પુસ્તકોની ખરીદી કરવામાં આવશે.
સૂચન નોંધાવવાની રીતો:ઓનલાઈન ERP પોર્ટલ દ્વારા: વાચકો ઘરે બેઠા https://erp.mmcgujarat.in/account/citizenlogin લિંક પર લૉગિન કરીને પુસ્તકની વિગતો ભરી શકે છે.
રૂબરૂ મુલાકાત દ્વારા: શહેરમાં આવેલા નીચે મુજબના ત્રણમાંથી કોઈ પણ જાહેર પુસ્તકાલયની રૂબરૂ મુલાકાત લઈને પણ સૂચન આપી શકાશે:
૧. શ્રીમદ રાજચંદ્ર લાઇબ્રેરી (શાક માર્કેટ પાસે)- ૨. ગ્રીન ચોક લાઈબ્રેરી – ૩. કેસર બાગ લાઈબ્રેરી (સામાકાંઠે)
વાચકોને પુસ્તકનું નામ, લેખકનું નામ અને પ્રકાશક જેવી વિગતો સાથે સૂચન કરવા વિનંતી કરાઈ છે. મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ નાગરિકોને આ અભિયાનમાં વધુમાં વધુ ભાગ લઈ જાહેર પુસ્તકાલયોને વધુ જ્ઞાનપ્રદ બનાવવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.








