
કેશોદમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યાલયનું લોકાર્પણ, ડો.પ્રવીણ તોગડીયાએ હનુમાન ચાલીસાના પાઠનો સંદેશ આપ્યો. કેશોદ શહેરના ડી.પી. રોડ પર આવેલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા બજરંગ દળના નવા કાર્યાલયનું લોકાર્પણ ભવ્ય કાર્યક્રમ વચ્ચે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો તથા હિન્દુ સમાજના લોકો હાજર રહ્યા હતા કાર્યક્રમ અંતર્ગત કેશોદના ડી.પી. રોડ પર આવેલ અક્ષર અન્નક્ષેત્રના હોલમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ડો. પ્રવીણ તોગડીયાનું પુષ્પગુચ્છ અર્પણ કરી તથા શાલ ઓઢાડી વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સભાને સંબોધતા ડો.પ્રવીણ તોગડીયાએ જણાવ્યું હતું કે કેશોદ શહેરની દરેક ગલી અને મહોલ્લામાં દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન થવું જોઈએ તેમણે હનુમાન ચાલીસાની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક શક્તિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે હનુમાન ચાલીસાના નિયમિત પાઠથી સમાજમાં એકતા, સંસ્કાર અને સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે તેમણે યુવાનોને ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાવા અનુરોધ કર્યો હતો તેમજ સમાજના સંગઠન અને રાષ્ટ્રીય હિત માટે કાર્ય કરવાની અપીલ કરી હતી કાર્યક્રમ દરમિયાન વિવિધ આગેવાનો દ્વારા પણ પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.





