GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં ઈદે મિલાદની તૈયારીઓ સાથે મુસ્લીમ વિસ્તારો ઝગમગી ઉઠ્યાં,26 મી ઓગસ્ટે નીકળશે ભવ્ય ઝુલુસ.

તારીખ ૨૦/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ઇસ્લામના આખરી પયગમ્બર હઝરત મહમ્મદ સાહેબના જન્મદિવસ “ઈદે મિલાદુન નબી”ની ઉજવણી માટે કાલોલ સહિત તાલુકાના મુસ્લિમ વિસ્તારોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

ઇસ્લામિક કેલેન્ડર મુજબ રબીઉલ અવ્વલ મહિનાની 12મી તારીખે પયગમ્બર સાહેબનો જન્મ થયો હતો. આ વર્ષે ઈદે મિલાદ 26 ઓગસ્ટ, બુધવારના રોજ ઉજવાશે. જ્યાં આ પાવન દિવસને લઈ કાલોલ નગર સાથે તાલુકાના બોરુ અને એરાલ ગામોમાં પણ ઉજવણી માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. કાલોલ નગરના તમામ ધાર્મિક સ્થાનો, મુખ્ય માર્ગો, શેરી-મહોલ્લાઓ અને મકાનોને રંગબેરંગી લાઈટો અને ઝંડાઓથી શણગારવામાં આવી રહ્યા છે. જાણે આખું નગર જ ઝગમગી ઉઠ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉજવણીના ભાગરૂપે કાલોલ નગરના નુરાની ચોક ખાતે આવેલી જુમ્મા મસ્જિદના પ્રાંગણમાં ન્યાજનું ભવ્ય આયોજન કરવામાં આવશે. જ્યાં 26 ઓગસ્ટની વહેલી સવારે જુમ્મા મસ્જિદ ખાતે કુરાન ખવાની બાદ ગામના વિવિધ વિસ્તારોના મુખ્ય માર્ગો પર ભવ્ય ઝુલુસ કાઢવામાં આવશે. ઝુલુસ બાદ જુમ્મા મસ્જિદમાં પયગમ્બર હઝરત મહમ્મદ સાહેબના મુએ મુબારક એટલે કે બાલ મુબારકના દીદાર કરાવવામાં આવશે, જેના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.

Back to top button
error: Content is protected !!