
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – ડૉ.હર્ષ પંડ્યા આપઘાત કેસ : મોડાસામાં કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પી, 4 આરોપી રેસિડેન્ટ તબીબો સામે આક્રોશ
કેન્ડલ માર્ચમાં ચારે આરોપી રેસિડેન્ટ તબીબોને પોલીસ અને જવાબદાર તંત્ર છાવરતુ હોવાનો આક્ષેપ
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસાની કૃષ્ણપ્રિયાચાર્ય સોસાયટીમાં રહેતા અને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબ તરીકે ફરજ બજાવતા અને માઈક્રોબાયોલોજી ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ડૉ.હર્ષ સુભાષચંદ્ર પંડ્યાએ રેગિંગ અને માનસિક ત્રાસથી પીજી હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી ડૉ.હર્ષ પંડયાને આપઘાત કરવા મજબૂર કરનાર ચાર તબીબો સામે દુષ્પ્રેરણા સુરત ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાતા આરોપીઓ ભૂગર્ભ ઉતરી ગયા છે મોડાસા શહેરમાં કેન્ડલ માર્ચ યોજી ડૉ.હર્ષ પંડ્યાને શ્રદ્ધાંજલિ અર્પી હતી
સ્વ.ડૉ.હર્ષ પંડયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કૃષ્ણપ્રિયાચાર્ય સોસાયટીમાં તેમના ઘરે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા અને મોડાસા ચાર રસ્તા સુધી કેન્ડલ માર્ચ તેમજ મૌન રેલી યોજી હતી કેન્ડલ માર્ચમાં ડૉ.હર્ષ પંડયાનું રેગિંગ કરી મરવા મજબૂર કરનાર સિનિયર રેસિડેન્ટ ડોક્ટર નિરાલી વસાવે, અનુજ મહેશ્વરી, દિક્ષિત ઘેવરિયા અને હિના ભુત સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો ડૉ.હર્ષ પંડયાને મરવા મજબૂર કરી અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસ આપ્યું હોવાનું તપાસમાં બહાર આવતા ડૉ.હર્ષ પંડયાના પિતાએ ચારે સિનિયર તબીબો સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા આરોપીઓ ધરપકડથી બચવા ફરાર થઇ જતા પોલીસે ઝડપી પાડવા કવાયત હાથધરી છે
ડૉ. હર્ષ પંડ્યાના પિતા સુભાષચંદ્ર પંડ્યાના જણાવ્યા અનુસાર ડૉ.હર્ષ પંડયાના પિતા સુભાષચંદ્ર પંડ્યાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે રેગિંગ કરનાર ચારે આરોપી તબીબની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે મારા પુત્રને ન્યાય નહીં મળે તો મોટી સંખ્યામાં લોકો સાથે વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી પોલીસ તપાસથી સંતુષ્ટ હોવાની અને સુરત ન્યુ સિવિલ મેડિકલ કોલેજ તંત્રની અને એન્ટી રેગિંગ કમિટીની કામગીરી શંકાસ્પદ હોવાનું અને રેગીંગની ઘટના પર ઢાંક પીછોડો કરતી હોવાથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી હતી તેમજ રેગીંગ ના લીધે મારો પુત્ર ગુમાવ્યો છે પણ અન્ય કોઈ પણ પરિવાર તેનો દીકરો રેગીંગ લીધે ગુમાવવો ન પડે તે માટે સરકારને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું





