MORBI:મોરબી હેલીપેડ ગ્રાઉન્ડ અને સ્કોટલેન સિરામિક પાસે જુગાર રમતા ૧૫ ઇસમો

MORBI:મોરબી હેલીપેડ ગ્રાઉન્ડ અને સ્કોટલેન સિરામિક પાસે જુગાર રમતા ૧૫ ઇસમો
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એન.એસ. ઘેટીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રોહિબિશન અને જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને કુલ ૧૫ ઇસમોને રોકડ રૂ. ૧,૭૯,૦૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ દરોડો: ઘુંટુ રોડ હેલીપેડ પાસે (૩ આરોપીઓ ઝડપાયા) તાલુકા પોલીસ ટીમે ઘુંટુ રોડ પર આવેલ હેલીપેડના ગ્રાઉન્ડ પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપત્તા વડે જુગાર રમતા ૩ ઇસમોને રોકડા રૂ. ૨૬,૭૫૦/- સાથે પકડી પાડ્યા હતા.
ઝડપાયેલ આરોપીઓ: ૧. પ્રતાપભાઈ સવસીભાઈ દેલવાડીયા (રહે. ઘુંટુ, મોરબી) – ૨. અર્જુનભાઈ વિરમભાઈ કુંઢીયા (રહે. ભીમસર, મોરબી) – ૩. મનસુખભાઈ નરશીભાઈ વાઘેલા (રહે. મોરબી)
બીજા દરોડામાં તળાવીયા શનાળા ગામની સીમમાં સ્કોટલેન સિરામિક પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૧૨ ઇસમોને રોકડા રૂ. ૧,૫૨,૩૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા.ઝડપાયેલ આરોપીઓ:૧. નિલેશભાઈ સુરેશભાઈ સોલંકી ૨. કિશોરભાઈ મનસુખભાઈ ભટ્ટી – ૩. છોટુભાઈ અમરશીભાઈ મકવાણા – ૪. દાતારામ સોનેલાલ કેવટ – ૫. ગણેશભાઈ પર્વતભાઈ સાહુ – ૬. કપીલભાઈ સંતરામભાઈ રાજપુત – ૭. કૃષ્ણકુમાર ઉદયભાન અહીરવાલ – ૮. મહોમદ આશીક ઉર્ફે બબલુ હમીદખાન મન્સુરી – ૯. રીન્કુકુમાર બનેંસીગ માલવી – ૧૦. રોહીતકુમાર શ્યામસુંદર ચમાર – ૧૧. રાકેશભાઈ રામસેવક નિશાદ/કેવટ – ૧૨. ઇતરેન્દ્રસીંહ ઓમપ્રકાશ નિશાદ/કેવટ
પોલીસે બંને બનાવોમાં કુલ રૂ. ૧,૭૯,૦૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી ધરી છે.










