થરા ખાતે ઓગડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ.રાજીવ ગાંધીની ૮૨ મી જન્મજયંતી નિમિત્તે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો.
થરા ખાતે ઓગડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ.રાજીવ ગાંધીની ૮૨ મી જન્મજયંતી નિમિત્તે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો.

થરા ખાતે ઓગડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ.રાજીવ ગાંધીની ૮૨ મી જન્મજયંતી નિમિત્તે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો.
સ્વ.રાજીવ ગાંધી એક ભારતીય રાજકારણી હતા જેમણે ૧૯૮૪ થી ૧૯૮૯ સુધી ભારતના છઠ્ઠા વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. તેમના માતા વડા પ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધી ૪૦ વર્ષની ઉંમરે સૌથી નાના ભારતીય વડા પ્રધાન બન્યા હતા.આધુનિક ભારતના ઘડવૈયા ૨૧ મી સદીના સ્વપ્નદ્રષ્ટા પુર્વ વડા પ્રધાન સ્વ.રાજીવ ગાંધી ની ૮૨ મી જન્મ જયંતી નિમિત્તે ઓગડ તાલુકાના થરા ખાતે ઓગડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૦ મી ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ સવારે બનાસકાંઠા જિલ્લા પંચાયત સદશ્ય ભુપતજી મકવાણા, સહકાર અને સિંચાઈ સમિતિ બનાસકાંઠા જિલ્લા પંચાયત ના પુર્વચેરમેન પુરણસિંહ વાઘેલા,ઓગડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વદનસિંહ વાઘેલા ના વરદ હસ્તે કાકર સીટ તાલુકા ડેલિકેટ વિનાજી ઠાકોર,પત્રકાર વેનાજી ઠાકોર કાટેડીયા,જામપુર ડેલિકેટ અજીતભાઈ રાઠોડ,વડા ડેલિકેટ વિનાજી ઠાકોર,થરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વદનજી જગાણી,રમેશકુમાર દીપાજી,અરજણજી ઉણેચા, મગનસિંહ વાઘેલા ખારીયા, વિનુભા ઝાલા,ભરતજી ઘાંઘોષ,વિષ્ણુભાઈ કોટક, મગનભાઈ દેસાઈ ભલગામ સહીત કોંગ્રેસ સમિતિ ના કાર્યકરોની ઉપસ્થિતિમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. ત્યારે ભુપતજી મકવાણા એ જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના માર્ગ દર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્વ.રાજીવ ગાંધી ના ૮૨ મા જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ઓગડ તાલુકા મુખ્ય મથક થરા ખાતે પણ ઓગડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વદનસિંહ વાઘેલા સહીત તેમની ટીમ દ્વારા “”રાજીવ ગાંધી અમર રહો””ના નારા સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530






