ANKLESHWARBHARUCH

અંકલેશ્વર ખાતે કન્સ્ટ્રક્શન ઓફ ઈન્સ્પેક્શન બંગલો અને યુ.આર.બી.સી.આઈ. ડિવિઝન, અંકલેશ્વર, તેમજ ડિવિઝન તથા સબ-ડિવિઝન ઓફિસ બિલ્ડીંગના કામોના ખાતમુહુર્ત સમારોહ યોજાયો

અંકલેશ્વર રાજ્યકક્ષા મંત્રીશ્રી, જળસંપત્તિ અને પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો) શ્રી ઈશ્વરસિંહ પટેલના
અધ્યક્ષસ્થાને કરજણ કોલોની અંકલેશ્વર ખાતે કન્સ્ટ્રક્શન ઓફ ઈન્સ્પેક્શન બંગલો અને યુ.આર.બી.સી.આઈ. ડિવિઝન, અંકલેશ્વર, તેમજ ડિવિઝન તથા સબ-ડિવિઝન ઓફિસ બિલ્ડીંગના કામોના ખાતમુહુર્ત સમારોહ યોજાયો હતો.

રિપોર્ટર મંગલસિંહ ચૌહાણ

આ પ્રસંગે, ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં કરજણ કોલોની ખાતે ઈન્સ્પેક્શન બંગલાના નિર્માણ કાર્ય માટે અંદાજિત રૂ. ૪૧૩.૭૯ લાખ તથા અંકલેશ્વર સ્થિત યુ.આર.બી.સી.આઈ. ડિવિઝન માટે ડિવિઝન અને સબ-ડિવિઝન ઓફિસ બિલ્ડીંગના નિર્માણ કાર્ય માટે અંદાજિત રૂ. ૨૪૮.૯૪ લાખ મળીને કુલ રૂ. ૬૬૨.૭૩ લાખના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યમંત્રીશ્રી સિંચાઈ અને કેનાલ સુધારણા કામગીરી પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧૯૬૭માં નિર્માણ થયેલ કેનાલ સિસ્ટમથી શરૂઆતમાં કપાસ અને તુવેર જેવા પાકો લેવાતા હતા. સાથે આપણા વિસ્તારમાં શુગર ફેક્ટરીઓ આવવા સાથે સિંચાઈનો વ્યાપ વધવાથી શેરડી અને ડાંગરના જેવા પાકોના વાવેતરમાં વધારો થયો છે. અને આ કેનાલમાં ઝાડી ઝાંખરા વગરે પણ ઊભી ગયા છે જેનાથી કેનાલ ફાટે તો ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવે. આ સ્થિતિને પોહચી વળવા માટે કેનાલનું નવીનીકરણ કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. આમ ઉપરોક્ત પરિબળોને
કારણે સિંચાઈ માટેના વધારાના પાણીની જરૂરિયાતને પોહચી વળવા માટે, કેનાલની ક્ષમતા વધારવા અને છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડવા માટે રૂ. ૧૪૩ કરોડના ખર્ચે આશરે ૫૧ કિમી લંબાઈ ધરાવતી કરજણ કેનાલનું આગામી નવીનીકરણ હાથ ધરવામાં આવનાર છે. સાથે પાણીની સ્થિતિ સામે સુવિધા વધારવા આ માટે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન ૯૦ દિવસ સુધી કેનાલ બંધ રાખીને આ કામગીરી પૂર્ણ કરાશે.
આ કેનાલના નવીનીકરણ બાદ કેનાલની પાણી વહન કરવાની ક્ષમતા ૩૨૦૦ ક્યુસેકથી વધીને ૪૨૦૦-૪૩૦૦ ક્યુસેક સુધી પહોંચશે. જેનો લાભ આપણા વિસ્તારના ખેડૂતોને થવાનો છે.
તેમણે કહ્યું કે, તાલુકામાં વન ખાડી ઊંડી કરવા સાથે જળ નિષ્કાસન અને ડ્રેનેજ કામગીરી થતા આપણા વિસ્તારોમાં જળભરાવમાંથી રાહત થઈ છે. વન ખાડીના ખોદાણ અને સફાઈ કામગીરીને કારણે ચોમાસા દરમિયાન ગામડાઓમાં ભરાતા પાણીની સમસ્યામાં મોટો ઘટાડો થયો છે. અંકેશ્વર વિસ્તાર ઘણા ગામડાઓમાં હજુ પાણી ભરવાની સમસ્યા સર્જાય રહી છે, એ તમામ ગામો જેવા કે, મોટવાણ, તેલવા, સરથાણ અને કલમ જેવા ગામોમાં આશરે ૪૦૦-૫૦૦ વીઘા જમીનમાં ભરાતા પાણીના નિકાલ માટે ડ્રેનેજ સિસ્ટમ ખુલ્લી કરીને ઊંડી કરવાની કામગીરી હાથ ધરાશે.

સાથે જ, સબ ડીવિઝન કચેરી ખાતે ઇન્સ્પેક્શન બંગલો અને સબ ડીવિઝન કચેરી માટે રૂ. ૬.૬૭ કરોડના ખર્ચે નવા મકાનોના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેથી રાજપીપળા કે દૂરથી આવતા અધિકારીઓ અને નાગરિકોને સુવિધા મળી રહે.
આપણા વિસ્તારમાં સિંચાઈ માટે કરજણ નહેરનું પણ ૫૧ કિમીનું નહેર નેટવર્ક આવેલું છે. પણ નહેરની સ્થિતિ સામે નેટવર્ક એરિયામાં પુરતા પ્રમાણમાં પાણી પોહચી નથી શકતું, આથી આગામી ટૂંક સમયમાં રૂ.૧૪૩ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ નહેરનું નવીનીકરણ કરી ઉછાલી, મોતાલી, સેગપુર સુધીના ગામડાઓને તેનો લાભ થનાર છે.

આ પ્રસંગે, તેમણે ભવિષ્યના આયોજનોની વાત કરતાં જણાવ્યું હતું કે કીમ અને ટોકરી નદીઓ પર સિરીઝ ચેકડેમો, બનાવી પાણીનો સમુદ્રમાં વહી જતો બગાડ અટકાવવામાં આવનાર છે. સાથે જ તાપી અને કરજણ નદીના પાણીથી ઊંચાણવાળા ટેકરાવાળા વિસ્તારો (જેમ કે માંગરોળ, માંડવી, ઉમરપાડા)માં લિફ્ટ ઇરિગેશન (ઉદ્વહન સિંચાઈ) યોજનાઓ દ્વારા છેવાડાના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવશે.
“નેવાના પાણીને મોભે ચઢવાનું” કામ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની આગેવાનીમાં રાજ્ય સરકારે કર્યું છે. નાયબ મુખ્યમંત્રીશ્રી સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં જ્યાં પણ પાણીની સમસ્યા હશે, એ દૂર કરીને સિંચાઇનું પાણી મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવશે.

કાર્યક્રમ દરમિયાન વિકાસકાર્યોને સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. નવા ઈન્સ્પેક્શન બંગલા તેમજ ડિવિઝન અને સબ-ડિવિઝન કચેરીના નિર્માણથી વિભાગીય કામગીરીને વધુ સુવ્યવસ્થિત અને સુગમ બનાવવામાં મદદ મળશે.
આ પ્રસંગે સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!