GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ પ્રોહીબિશનના ગુનામાં વર્ષથી ફરાર ‘ઓબામા’ સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ઝડપાયો

HALVAD:હળવદ પ્રોહીબિશનના ગુનામાં વર્ષથી ફરાર ‘ઓબામા’ સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ઝડપાયો

 

હળવદ તાલુકા પંથકમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

મળતી માહિતી મુજબ, હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂબંધી (પ્રોહીબિશન) અંગેના ગુનાની તપાસ દરમિયાન ઈમરાનખાન ઉર્ફે ઓબામા દિલાવરખાન મલેક (રહે. ગામ પીપળી, તા. પાટડી, જી. સુરેન્દ્રનગર)નું નામ ખુલવા પામ્યું હતું. આ ગુનામાં આરોપી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો.

નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર દ્વારા વિશેષ ટીમોની રચના કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, આ આરોપી સાણંદ જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનના એક ગુનામાં હાલ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે કેદ છે.

જેના આધારે હળવદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી, અમદાવાદ સાબરમતી જેલમાંથી આરોપી ઈમરાનખાન ઉર્ફે ઓબામા મલેકનો ટ્રાન્સફર વોરંટ આધારે કબજો મેળવી હળવદ ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!