GUJARATNANDODNARMADA

નર્મદા જિલ્લામાં અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધાનો પ્રારંભ

નર્મદા જિલ્લામાં અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધાનો પ્રારંભ

અંડર-14, 17 અને 19 વયજૂથમાં ભાઈઓ-બહેનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો

રાજપીપલા : જુનેદ ખત્રી

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર તથા નર્મદા જિલ્લા રમતગમત અધિકારી કચેરી દ્વારા અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પર્ધાનો શુભારંભ જિલ્લા રમતગમત અધિકારી દિનેશભાઈ ભીલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં અંડર-14, અંડર-17 અને અંડર-19 વયજૂથમાં ભાઈઓ તથા બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લઈ પોતાની રમતગમત પ્રતિભાનું ઉત્સાહભેર પ્રદર્શન કર્યું હતું.

 

આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી દિનેશભાઈ ભીલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લો રમતગમત ક્ષેત્રે સતત હરણફાળ ભરી રહ્યો છે. જિલ્લાના અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ રાજ્યકક્ષાથી આગળ વધીને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લઈ નર્મદા જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં રહેલી રમતગમતની પ્રતિભાઓને શોધી તેમને યોગ્ય તાલીમ, માર્ગદર્શન અને જરૂરી પ્લેટફોર્મ પૂરું પાડવા માટે રમતગમત વિભાગ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

 

નર્મદા જિલ્લામાં રમતગમતને વધુ વેગ મળે અને યુવાનોમાં રમતગમત પ્રત્યેની રૂચિ વધે તે માટે “હર ગામ સ્પોર્ટ્સ, હર ઘર ખેલાડી” ના સંકલ્પ સાથે આગામી દિવસોમાં વધુ સઘન પ્રયાસો હાથ ધરવામાં આવે તે દિશામાં પ્રયત્નો કરી રહ્યા છે

Back to top button
error: Content is protected !!