BANASKANTHAGUJARATKANKREJ

થરા માં શ્રીરામજી મંદિરે યોજાયેલ શ્રીરામ ચરિતમાનસ પારાયણની શ્રીરામ રાજ્ય ભિષેક બાદ આજે પુર્ણાહુતી કરાઈ!!!

   છેલ્લા ૭૭ વર્ષ એટલે કે સંવત ૨૦૦૬ થી ૨૦૮૨ અવિરત શ્રી રામજી મંદિરે ચાલતા શ્રીરામ ચરિત માનસ નવાહ પારાયણ ની પુર્ણાહુતી..

થરા માં શ્રીરામજી મંદિરે યોજાયેલ શ્રીરામ ચરિતમાનસ પારાયણની શ્રીરામ રાજ્ય ભિષેક બાદ આજે પુર્ણાહુતી કરાઈ!!!
————————————
છેલ્લા ૭૭ વર્ષ એટલે કે સંવત ૨૦૦૬ થી ૨૦૮૨ અવિરત શ્રી રામજી મંદિરે ચાલતા શ્રીરામ ચરિત માનસ નવાહ પારાયણ ની પુર્ણાહુતી..
————————————
ઓગડ તાલુકાના થરામા શ્રીરામજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ. પૂ.શ્રી રણછોડદાસજી મહારાજના શિષ્યા રમાબેનજી હરિયાણીજીના પાવન સાનિધ્યમાં સરોજબેન ઠક્કર,રીંકુબેન ઠક્કરના સ્વમુખે શ્રાવણસુદ-૧ થી ૯ દિવસ સુધી શ્રીરામ ચરિત માનસ પાઠનું પારાયણ કરવામાં આવેલ.પોથીયાત્રા બાદ રમાબેનજી હરિયાણીજી,ફરશુભાઈ ઠક્કર,પ્રવીણભાઈ ઠક્કર, તુસાર ઠક્કરના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શ્રીરામ ચરિત માનસના પાઠના પઠન ની શરૂઆત કરવામાં આવેલ. આજે છેલ્લા સ્વ.ધર્મેન્દ્રકુમાર લક્ષ્મીરામભાઈ કાળીદાસ કોટક પરિવારના હસ્તે શ્રીરામ રાજ્યભિષેક કરી ફુલહાર પહેરાવી પૂજા અર્ચના કરી આરતી ઉતારેલ. તાણા-થરા નગરજનો વિશાળ સંખ્યામાં શ્રીરામ ચરિતમાનસ પારાયણ નો લાભ લીધેલ.ગં.સ્વ. તારાબેન લક્ષ્મીરામભાઈ કોટક પરિવાર તરફથી આપવામાં આવેલ ભોજન પ્રસાદ લઈ સૌ ભાવિક ભક્તો છુટા પડ્યા હતા.શ્રીરામ ચરિત માનસ નવાહ પારાયણ માં કોઈને અગવડ ના પડે તેના માટે ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વહેપારી એસોસિએશન થરાના પ્રમુખ પ્રવીણભાઈ ઠક્કર,દેશી લોહાણા મહાજનના પ્રમુખ ગૌરવ કોટક,રાજુભાઈ ઠક્કર (નીલકંઠ મેડિકલ),મેહુલ જેન્તીભાઈ ઠક્કર સહીત દરેક આયોજકો ખડેપગે રહી સેવા કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!