SAGBARA

સાગબારા પોલીસની મોટી કાર્યવાહી: જાવલી ગામે જાહેરમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા,

રૂ. 98,890ના મુદ્દામાલ સાથે 10 આરોપીઓ ઝડપાયા, 3 આરોપીઓ વોન્ટેડ

સાગબારા પોલીસની મોટી કાર્યવાહી: જાવલી ગામે જાહેરમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા,

રૂ. 98,890ના મુદ્દામાલ સાથે 10 આરોપીઓ ઝડપાયા, 3 આરોપીઓ વોન્ટેડ

 

વાત્સલ્યમ સમાચાર

પ્રતિનિધિ : જેસિંગ વસાવા

 

સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર અને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે જાવલી ગામની સીમમાં જાહેરમાં પત્તા-પાનાનો હાર-જીતનો જુગાર રમતા 10 શખ્સોને સાગબારા પોલીસે ઝડપી પાડ્યા હતા.

 

શ્રી સંદિપસિંઘ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક, નર્મદા દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના આધારે શ્રી આર.બી. દેવધા, નાયબ પોલીસ અધિક્ષક, રાજપીપલા વિભાગના માર્ગદર્શન હેઠળ શ્રી જે.એમ. લટા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, સાગબારા પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફ જુગાર વિરોધી વોચમાં હતા.

 

દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, જાવલી ગામની સીમમાં દશરથભાઈ રૂપજીભાઈ વસાવાના ખેતરના શેઢા પાસે આવેલા લીમડાના ઝાડ નીચે કેટલાક ઈસમો પત્તા-પાનાનો હાર-જીતનો જુગાર રમી-રમાડી રહ્યા છે. બાતમીના આધારે પોલીસ બે પંચોના માણસોને સાથે રાખી સ્થળ પર પહોંચી રેઇડ કરી હતી.

 

રેઇડ દરમિયાન જુગાર રમતા કુલ 10 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી અંગઝડતીના રોકડા રૂ.14,770, દાવ પરના રોકડા રૂ.3,120, ચાર મોબાઈલ ફોન કિંમત રૂ.31,000, પત્તા-પાના નંગ 104, પ્લાસ્ટિકના પાથરણા નંગ 2 તથા હીરો કંપનીની લેન્ડર મોટરસાઇકલ કિંમત રૂ.50,000 મળી કુલ રૂ.98,890નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

 

પોલીસે ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની સંલગ્ન કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

ઝડપાયેલા આરોપીઓ

1. દિલાવરભાઈ ચામરીયાભાઈ વળવી, ઉં.વ. 57

2. મગનભાઈ જોપાભાઈ વસાવે, ઉં.વ. 58

3. યોગેશભાઈ શેકનાભાઈ વળવી, ઉં.વ. 43

4. સુશીલભાઈ અર્જુનભાઈ વળવી, ઉં.વ. 40

5. પ્રદીપભાઈ નરપતભાઈ વસાવા, ઉં.વ. 28

6. વિક્રમભાઈ મગનભાઈ વસાવા, ઉં.વ. 40

7. હરીશચંદ્ર ભરતભાઈ વસાવા, ઉં.વ. 51

8. દિલીપભાઈ કાળુભાઈ વસાવા, ઉં.વ. 41

9. નરપતભાઈ કુકીયાભાઈ વસાવા, ઉં.વ. 59

10. પ્રકાશભાઈ ધરમદાસભાઈ વસાવા, ઉં.વ. 51

 

આ તમામ રહે. જાવલી (ઉપલું ફળિયું), તા. સાગબારા, જી. નર્મદા. જ્યારે ત્રણ આરોપીઓ વોન્ટેડ છે પોલીસ કાર્યવાહી દરમિયાન પ્રકાશભાઈ ઉર્ફે છોટુ આતરીયાભાઈ પાડવી, રામસીંગભાઈ સુભાષભાઈ વસાવા તથા સુભાષભાઈ બાપુભાઈ વસાવા, ત્રણેય રહે. જાવલી, તા. સાગબારા, જી. નર્મદા, પોલીસની પકડથી બહાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

કબજે કરાયેલ મુદ્દામાલ- અંગઝડતીના રોકડા રૂ.14,770/-

– દાવ પરના રોકડા રૂ.3,120/– મોબાઈલ ફોન નંગ-4, કિંમત રૂ.31,000/– પત્તા-પાના નંગ-104- પ્લાસ્ટિકના પાથરણા નંગ-2- હીરો કંપનીની લેન્ડર મોટરસાઇકલ નંગ-1, કિંમત રૂ.50,000/- કુલ મુદ્દામાલ : રૂ.98,890/-

 

સાગબારા પોલીસે જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની સાથે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!