GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં શ્રાવણ માસ અને રક્ષાબંધન નિમિત્તે શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક જનોઈ વિતરણનું આયોજન

 

MORBI:મોરબીમાં શ્રાવણ માસ અને રક્ષાબંધન નિમિત્તે શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક જનોઈ વિતરણનું આયોજન

 

મોરબી:પવિત્ર શ્રાવણ માસ તથા આગામી બળેવ-રક્ષાબંધન પર્વને ધ્યાને રાખીને શ્રી પરશુરામ યુવા ગ્રુપ, મોરબી દ્વારા મોરબી શહેરના ભૂદેવો માટે એક ખાસ સેવાકીય આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર તહેવારો નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂદેવો માટે નિઃશુલ્ક જનોઈ વિતરણ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ આગામી તા. 23 ઓગસ્ટ, 2026 (રવિવાર) ના રોજ મોરબી શહેરના પાંચ અલગ-અલગ સ્થળો પરથી સંચાલિત કરવામાં આવશે.

જનોઈ વિતરણના સ્થળો અને સમય:સવારે 9:00 થી 11:00 વાગ્યા દરમિયાન: અગ્નેશ્વર મહાદેવ મંદિર, એલ.ઈ. કોલેજ રોડ, સામાકાંઠે, મોરબી-2 સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ હોલ, ભવાની ચોક, મોરબી-1 બ્રહ્મપુરી સોસાયટી, નવલખી રોડ, મોરબી ગાયત્રી મંદિર, વાઘપરા નં. 14, મોરબી સાંજે 6:00 થી 8:00 વાગ્યા દરમિયાન: 5. શ્રી પરશુરામ ધામ મંદિર, નવલખી રોડ, મોરબી

મહત્વપૂર્ણ સૂચનાઓ:આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જનોઈ મેળવવા ઇચ્છુક લાભાર્થીઓએ પોતાની સાથે આધાર કાર્ડ અથવા કોઈપણ અધિકૃત ફોટો ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. આ વિતરણ નિઃશુલ્ક રહેશે અને સ્ટોક ઉપલબ્ધ હશે ત્યાં સુધી જ કરવામાં આવશે.

શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા મોરબી શહેરના તમામ ભૂદેવોને આ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા માટે હાર્દિક અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!