MORBI:મોરબી જિલ્લા પોલીસ બેડામાં મોટો ફેરફાર: 10 પોલીસ અધિકારીઓની અંતરિક બદલીના આદેશ

MORBI:મોરબી જિલ્લા પોલીસ બેડામાં મોટો ફેરફાર: 10 પોલીસ અધિકારીઓની અંતરિક બદલીના આદેશ
મોરબી જિલ્લા પોલીસ વિભાગમાં વહીવટી સરળતા અને કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના હેતુસર મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. પોલીસ અધિક્ષક (SP) કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલા એક સત્તાવાર હુકમ અનુસાર, જિલ્લામાં ફરજ બજાવતા 10 જેટલા પોલીસ અધિકારીઓની હાલની જગ્યા પરથી બદલી કરીને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
|
પોલીસ અધિકારી |
જૂની જગ્યા / સ્ટેશન |
નવી જગ્યા |
|---|---|---|
|
એસ.પી. જાડેજા |
એલ.આઇ.બી. મોરબી |
એલ.સી.બી. (LCB) મોરબી |
|
વી.એસ. સિંધવ |
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન |
માળિયા (મી.) પોલીસ સ્ટેશન |
|
આર.એસ. પટેલ |
માળિયા (મી.) પોલીસ સ્ટેશન |
એલ.આઇ.બી. (LIB) મોરબી |
|
કે.કે. દરબાર |
લીવ રિઝર્વ, મોરબી |
હળવદ પોલીસ સ્ટેશન |
|
આર.ટી. વ્યાસ |
હળવદ પોલીસ સ્ટેશન |
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન |
|
એચ.વી. ઘેલા |
મહિલા પોલીસ સ્ટેશન |
ટ્રાફિક શાખા, મોરબી |
|
ડી.વી. ખરાડી |
ટ્રાફિક શાખા, મોરબી |
I.U.C.A.W. મોરબી |
|
એમ.બી. મિસ્ત્રી |
I.U.C.A.W. મોરબી |
મહિલા પોલીસ સ્ટેશન |
|
જે.એસ. ગામિત |
A.H.T.U. મોરબી |
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન |
|
પી.આર. સોલંકી |
લીવ રિઝર્વ, મોરબી |
A.H.T.U. મોરબી
|
નવી જગ્યા જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવેલા આ હુકમમાં બદલી પામેલા તમામ ૧૦ અધિકારીઓને તાત્કાલિક અસરથી વર્તમાન જગ્યા પરથી છૂટા થઈ પોતાની નવી નિયુક્ત થયેલી ફરેજો પર હાજર થવા અને તે અંગે રિપોર્ટ કરવા કડક સૂચના આપવામાં આવી છે.






