GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વાઘપરા નાકા પાસે રેકડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

 

MORBI:મોરબીના વાઘપરા નાકા પાસે રેકડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

 

મોરબી શહેરના વાઘપરા નાકા પાસે આવેલા દાણાપીઠ સબ સ્ટેશન નજીકથી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.

મળતી વિગતો મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન વાઘપરા નાકા પાસે દાણાપીઠ સબ સ્ટેશન નજીક એક રેકડી પર રાખેલી લોખંડની પેટીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂના ૬૧ નંગ ચપલા (કિંમત રૂ. ૪,૫૭૫) મળી આવ્યા હતા.

પોલીસે રૂ. ૪,૫૭૫નો મુદ્દામાલ કબ્જે કરી સ્થળ પરથી ફરાર થઈ ગયેલા આરોપી સિદ્દીકભાઈ ઈસ્માઈલભાઈ ચાનીયા (રહે. વાઘપરા, મોરબી) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!