હાલારના ધર્મપ્રેમી રાજનેતા હકુભાની શિવભક્તિ

પૂર્વ રાજ્ય મંત્રી અને ભાજપ અગ્રણી , દેવભૂમિ દ્વારકા જિલ્લાના વતની હકુભાની ધર્મ પરાયણતા પ્રખર છે
જામનગર (ભરત ભોગાયતા) નવરાત્રિમાં માં આશાપુરાની આરાધના , જામનગર સ્થાપના દિવસે શીતળા સાતમે શસ્ત્ર પૂજન અને રાજવીઓના સ્મરણ તેમજ થેવરોમાં વૃદ્ધો સાથે ભોજન , તહેવારોમાં મિત્રો શુભેચ્છકો ને મીઠાઈ ભેટ સાથે શુભકામનાઓ પાઠવવા, ગરીબોના બેલી, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મદદ કરવા હમેશા સજ્જ રહે છે હકુભા
દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના સિનિયર જર્નલિસ્ટ હિતેન્દ્ર આચાર્ય જણાવે છે કે …….
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના ભાતેલના રહેવાસી તથા પૂર્વ રાજ્યમંત્રી ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ ( હકુભા )જાડેજા દ્વારા શ્રાવણ માસ ચાલતો હોય જામનગર ખાતે તેમના નિવાસ્થાને ઓમકારેશ્વર મહાદેવ મંદિરે 15,000 બિલોપત્રની વિશેષ પૂજા મિત્રો તથા પંડિતો અને વિદ્વાન બ્રાહ્મણો સાથે કરી અને સૌના જીવનમાં મહાદેવ સુખ શાંતિ આરોગ્ય સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી



