
ડેડિયાપાડાના કોકમમાં યોજાયો “વિકાસ સપ્તાહ-2026” અંતર્ગત સ્વચ્છતા અભિયાન
તાહિર મેમણ – ડેડીયાપાડા – 22/08/2026 – ગાંધીનગરના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના પરિપત્ર અન્વયે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં “વિકાસ સપ્તાહ-2026” અંતર્ગત સ્વચ્છતા અભિયાનના ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ જનભાગીદારી થકી ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા પ્રત્યે સ્થાયી વર્તણૂકીય પરિવર્તન લાવવાનો છે. આ આયોજનના ભાગરૂપે તાલુકાના કોકમ ખાતે આવેલા જાહેર સ્થળો જેવા કે યુવતિયા હનુમાન મંદિર અને પ્રાથમિક શાળા પરિસરમાં વ્યાપક સાફ-સફાઈ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યું.
આ સ્વચ્છતા કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન અનિરુદ્ધભાઈ, ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રેમિલાબેન કનુભાઈ વસાવા, પીપલોદના તાલુકા પંચાયત સદસ્ય, ડુમબલ ગ્રામ પંચાયતના સરપંચ રતનભાઈ, સદસ્યો, આંગણવાડી વર્કર બહેનો તેમજ મંદિરના ટ્રસ્ટીઓ શંકરભાઈ અને મુળજીભાઈ વિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ડુમબલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને તાલુકા પંચાયત કચેરીનો તમામ સ્ટાફ પણ કાર્યક્રમમાં જોડાઈને સફાઈ ઝુંબેશને સફળ બનાવ્યુ હતુ




