RAJKOT:ઉપલેટામાં વાડીના મકાનમાં ચાલતા જુગારધામ પર રાજકોટ રેન્જ ટીમનો દરોડો: ૮ ઈસમો રૂ. ૩.૧૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

RAJKOT:ઉપલેટામાં વાડીના મકાનમાં ચાલતા જુગારધામ પર રાજકોટ રેન્જ ટીમનો દરોડો: ૮ ઈસમો રૂ. ૩.૧૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
રાજકોટ રેન્જ પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રીઓ તથા તેમની ટીમે ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોબાનીગારી વાળી સીમમાં એક વાડીના મકાનમાં દરોડો પાડીને જુગાર રમતા ૮ ઈસમોને ઝડપી લીધા છે. પોલીસ ટીમે ઘટનાસ્થળેથી રોકડા રૂ. ૧,૮૫,૦૦૦/- તથા ૮ નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૩,૧૩,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા પ્રોહિબીશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તીઓ પર સખ્ત કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના પગલે રાજકોટ રેન્જના પો.ઇન્સ. શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી બી.સી. મીયાત્રા તથા સ્ટાફના દિવ્યેશભાઈ સુવા, વકારભાઇ અરબ, નિકુલભાઈ પંપાણીયા, રવિરાજસિહ વાળા અને ભોજાભાઇ ત્રમટાની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આ સફળ કામગીરી કરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઉપલેટાનો રહીશ જીબરીશ અતુલભાઇ બારૈયા પોતાની કબ્જા ભોગવટાની વાડીના મકાનમાં બહારથી માણસો બોલાવી તીનપત્તીનો જુગાર રમાડતો હતો.
પકડાયેલ આરોપીઓ જીબરીશભાઇ અતુલભાઇ બારૈયા (રહે. વીજળી રોડ, ઉપલેટા) અલ્પેશભાઇ ઉર્ફે કાલી ભાદાભાઇ ચંદ્રવાડીયા (રહે. વિક્રમ ચોક, ઉપલેટા) મયુરભાઇ અતુલભાઈ બારૈયા (રહે. વીજળી રોડ, ઉપલેટા) ભરત ઉર્ફે લાલો મનજીભાઇ વિંઝુડા (રહે. દ્વારકાધિશ સોસાયટી, ઉપલેટા) નરેશભાઇ વિરમભાઇ ઉટડીયા (રહે. ગઢાળા ગામ, તા. ઉપલેટા) નરેન્દ્ર ઉર્ફે નરેશ વજશીભાઇ કંડોરીયા (રહે. સ્વામીનારણ કમલેશ્વર મંદિર સામે, ઉપલેટા) હર્ષદભાઇ ભીખાભાઇ ચૌહાણ (રહે. સ્વામીનારાયણ સોસાયટી, ઉપલેટા) અક્ષયભાઇ દેવશીભાઇ બારૈયા (રહે. ઢાંકની ગારી, ઉપલેટા)
તમામ આરોપીઓ વિરુદ્ધ ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








