દાહોદ બસ ડેપો ખાતે RTO, પોલીસ અને ST તંત્ર દ્વારા ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા.૨૪.૦૮.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદ બસ ડેપો ખાતે RTO, પોલીસ અને ST તંત્ર દ્વારા ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો
દાહોદ શહેરના બસ ડેપો ખાતે ટ્રાફિક નિયમોના પાલન અને માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી એક વિશેષ ટ્રાફિક અવેરનેસ (જાગૃતિ) કાર્યક્રમનું યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO), સ્થાનિક પોલીસ વિભાગ અને એસ.ટી. બસ ડેપોના અધિકારીઓ તથા કર્મચારીઓ સંયુક્ત રીતે જોડાયા હતા.એસ.ટી. બસના ડ્રાઇવરો અને કંડક્ટરોને સુરક્ષિત ડ્રાઇવિંગ,સ્પીડ મર્યાદા જાળવવી,અને મુસાફરોની સુરક્ષા પ્રત્યે વિશેષ કાળજી રાખવા અંગે RTO અને પોલીસ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.બસ સ્ટેન્ડ ખાતે આવેલા મુસાફરો અને વાહનચાલકોને હેલ્મેટ પહેરવું, સીટબેલ્ટ બાંધવો, વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ ન કરવો તેમજ ટ્રાફિક સિગ્નલોનું પાલન કરવા જેવી પાયાની બાબતો વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.RTO અને પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતો નિવારવા માટે ટ્રાફિકના નિયમોનું કડક પાલન અનિવાર્ય છે,અને માર્ગ સલામતી એ દરેક નાગરિકની વ્યક્તિગત જવાબદારી છે.આ કાર્યક્રમમાં બસ ડેપોના ડેપો મેનેજર, RTO ઇન્સ્પેક્ટરો, ટ્રાફિક પોલીસના જવાનો અને એસ.ટી. નિગમનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રકારના આયોજનથી મુસાફરો અને ચાલકોમાં ટ્રાફિક સુરક્ષા અંગે સકારાત્મક સંદેશો પહોંચ્યો હતો.



